google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભગવાન જગન્નાથની રથયાત્રાના ઉપલક્ષમા જગન્નાથ મંદિર પરિસર ખાતે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે આનંદના ગરબા યોજાયા..

Date:

પારેશ્વર મહિલા મંડળની બહેનો દ્વારા માતાજીનો ગરબો માથા પર મૂકી રાસ ગરબા ની રમઝટ વચાવી..

પાટણ તા. 3
ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રાના ઉપલક્ષમાં જગન્નાથ મંદિર પરિસર ખાતે જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્ય કરો સાથે જગન્નાથ ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે.

બુધવારની રાત્રે આઠ કલાકે મંદિર પરિસર ખાતે પાટણ શહેરના પીંડારીયાવાડા ના પરમેશ્વર મહિલા મંડળ ની બહેનો દ્વારા સંગીતમય શૈલીમાં આનંદ
ના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથ સન્મુખ પરમેશ્વર આનંદ ગરબા મંડળની બહેનોએ આદ્ય શક્તિમાં બહુચરના ગુણ
ગાન ગાઈને માથા પર ગરબો મુકી રાસ ગરબાની રમઝટ મચાવી માતાજીની આરાધના કરી હતી.
ભગવાન જગન્નાથજી સન્મુખ આયોજિત કરાયેલા આનંદના ગરબામહોત્સવ નો રોકડિયા ગેટ વિસ્તાર ની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ ઉપસ્થિત રહી માતાજીના ગુણગાન નો લ્હાવો મેળવી ધન્યતા અનુભવી હતી..

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાંદીપુરા વાઈરસ ને ધ્યાનમાં રાખીને પાટણ સિવિલ હોસ્પિટલ માં ૧૧ બેડ સાથે નો વોડૅ તૈયાર કરાયો…

ચાંદીપુરા વાયરસની સંક્રમણથી બચવા પાટણ શહેર અને જિલ્લાના નગરજનોને...