fbpx

પાટણ તાલુકાના કતપુર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો..

Date:

બાળકોને કુમકુમ તિલક સાથે મીઠું કરાવી શૈક્ષણિક કીટ અપૅણ કરાઈ…

પાટણ તા. 3
પાટણ તાલુકાના કતપુર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી અંતર્ગત બાલવાટિકામાં 25 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

કતપુર શાળા ખાતે આયોજિત કરાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ના આ કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર, આરોગ્ય અધિકારી ડો.રીનાબેન પ્રજાપતિ,સી.આર.સી કોર્ડીનેટર,એસએમસી ના સભ્યો,આઈસીડીએસ ના વર્ષાબેન, નિવૃત શિક્ષિકા હસુમતીબેન પટેલ સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી બાળકોને કુમકુમ તિલક સાથે મો મીઠું કરાવી આવકાર્યા હતા.

જયારે પાટણ તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર અને શાળાના શિક્ષિકા ડો. હેમાંગીબેન પટેલ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. કતપુર શાળા ખાતે આયોજિત આ કાયૅક્રમમાં શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ ગણ તેમજ ગામના આગેવાનો, વાલી ગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડો.હેમાંગીબેન પટેલ અને શૈલેષભાઈ પટેલ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ખાતે મન કી અયોધ્યા ના આયોજન ની સરાહના સાથે કા.કુલપતિ ને સન્માનિત કરાયા…

યુનિવર્સિટીના ઈસી અને સેનેટ મેમ્બરો, વિવિધ સામાજિક-શૈક્ષણિક સંસ્થા સાથે...

પાટણ જિલ્લામાં ચૂંટણી લક્ષી તૈયારીઓને અપાયો આખરી ઓપ…

2073 મતદાન મથકો પર 20,19,916 મતદારો કરશે તા. 7...

પાટણમાં દેવીપૂજક પરિવારોએ પોતાના સ્વજનોની સમાધી સ્થાનકે તેઓની યાદમાં હૈયાફાટ રૂદન કરી દિવાસો મનાવ્યો..

ગુજરાત સહિત અન્ય રાજયોમાં વસવાટ કરતા દેવીપૂજકોએ દિવાસા નિમિત્તે...