પાટણ તા. ૨૪
પાટણની શેઠ એમ.એન. હાઇસ્કૂલ ખાતે બે દિવસીય આયોજિત વ્યવસાયિક સજ્જતા તાલીમ વર્કશોપ નો બુધવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉનાળાના વેકેશન પૂર્વે શાળાના બાળકો ને વ્યવસાયિક રીતે સજજ બનાવવા આયોજિત કરવામાં આવેલ વ્યવસાય તાલીમ સજ્જતા સેમિનારની ઉપસ્થિત સૌ એ સરાહ ના કરી શાળાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ વર્કશોપ માં વિધાર્થીઓએ ડીશ વોશ, લિક્વિડ, વાઇટ ફિનાઈલ, શેમ્પુ, ડિટર્જન્ટ લિક્વિડ, હેન્ડ વોશ જેલ,ડિટર્જન્ટ પાવડર જેવી 10 વસ્તુઓ જાતે બનાવતા વિધાર્થીઓ શીખશે.
શાળાના બાળકો કેટલીક રોજબરોજની ઉપયોગી અને એક નાના ગૃહઉદ્યોગ તરીકે વિકસાવી શકાય તેવી વસ્તુઓ જાતે બનાવી કૌશલ્ય સજ્જતા કેળવી આત્મનિર્ભર બનશે. અને જેના થકી ક્યાંક સજજતાની સાથે નાના લઘુ ઉધોગોને પણ પ્રોત્સાહન મળશે તેવું શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠકકરે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી