વિધાર્થીઓને વૃક્ષ નું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાવાયા..
પાટણ તા. ૧૧
એક વ્યક્તિ એક વૃક્ષ થીમ આધારિત ગુરૂવારે મોરપા પ્રાથમિક શાળામાં શ્રી સદારામ યુવા ફાઉન્ડેશન દ્વારા 300 જેટલા બાળકોને વૃક્ષ ભેટ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વૃક્ષ નું મહત્વ સમજાવતાં શાળાના શિક્ષક હષૅદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દિવસે ને દિવસે સતત ગરમી વધી રહી છે અને પાણી ના સ્તર જમીનમાં ઊંડા જતાં જાય છે.
વૃક્ષ વિના પશુ પક્ષીઓ ખોરાક અને રહેઠાણ વિના ભટકી રહ્યા છે. તેમજ કેટલાક પક્ષીઓની પ્રજાતિ ઓ પણ લુપ્ત થઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ નું પ્રમાણ વધી રહ્યું છે.
વાતાવરણ અસંતુલિત બન્યું છે જો આજ પરિસ્થિતિ રહેશે તો પૃથ્વી પર જીવ માત્રને જીવવું મુશ્કેલ બની જશે.
માટે દરેક વ્યક્તિએ પયૉવરણ ના જતન માટે ચિતિંત બની પર્યાવરણની જાળવણી કરવી પડશે. અને ધરતી પર દરેક ને એક વૃક્ષ ને વાવી ને એનો ઉછેર કરવો પડશે તોજ ભવિષ્યની પેઢી ધરતી પર સુરક્ષિત જીવન પસાર કરશે તેવું જણાવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય,શિક્ષક સ્ટાફ અને શ્રી સદારામ યુવા ફાઉન્ડેશન ના મહેનતુ અને પર્યાવરણ પ્રત્યે લાગણીશીલ યુવાનોએ હાજર રહી વિધાર્થી ઓ ને એક એક વૃક્ષ અપૅણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી