google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુર ની ખારીયા નદીના પુલ ઉપર એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 4 મોત 6 થી વધુ ધાયલ….

Date:

પાટણ તા. 11
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર વધી રહેલા માર્ગ અકસ્માત ના બનાવ માં ગત મોડી રાત્રે વધુ એક માગૅ અકસ્માત રાધનપુરના ખારીયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાન થી આગળના માગૅ પર આણંદ થી રાપર જતી બસ અને ટ્રક વચ્ચે સજૉયો હોય જેમાં બસના ડ્રાઈવર – કંડકટર તથા ટ્રક ના ડ્રાઇવર-કંડકટર મળી કુલ ચાર લોકો ના મોત સાથે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પૈકીના છ થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતના પગલે હાઇવે પરના બંને માર્ગો પર વાહનોના ચક્કા જામ થતાં અને અકસ્માત ના બનાવ ની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ સહિત સેવાભાવી વ્યક્તિઓને
થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી બન્ને અકસ્માત ગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડી માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવી ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પ્રથમ રાધનપુર અને ત્યારબાદ જરૂર જણાઈ તેવા ઈજાગ્રસ્તોને પાટણ અને મહેસાણા ખાતે અમર જીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો મૃતકો ના પંચનામા કરી પીએમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર ગુરૂવારે મોડી રાત્રે સજૉયેલ એસટી બસ અને ટ્રક વચ્ચે ના ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા એસટી બસ ડ્રાઇવર ખેરાલુ પાસે ના સુઢીયા ગામના હોવાનું જયારે કંડકટર રાધનપુર તાલુકાના અમરપુરા નો વતની હોવાનું જાણવા મળ્યું છે જયારે મૃત્યુ પામનાર ટ્રકનો ચાલક અને કંડકટર બામરોલી ગામના ઠાકોર અને બજાણીયા સમાજના હોવાનું જાણવા મળ્યું છે.

રાધનપુર હાઈવે પરના ખારીયા નદીના પુલ પર એસટી બસ અને ટ્રક વચ્ચે બનેલ અકસ્માત નું કારણ પુલ સાંકડો હોવાના કારણે આ અકસ્માત સજૉયો હોવાનું સ્થળ પરના લોકો એ જણાવ્યું હતું.જોકે અકસ્માત મામલે આગળ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલ ઈસમો માં ઠાકોર કનુજી શંકરજી ઉ.વ.41 ગામ સુઢીયાં તા. વડનગર જી. મહેસાણા, ઠાકોર લાલાભાઈ વાહજીભાઈ ઉ.વ.
33 અમીરપુરા રાધનપુર, બજાણીયા અમરતભાઈ રામસીભાઈ ઉ.વ.30 જારૂશા તા.સાંતલપુર, ઠાકોર નિકુલભાઈ ભારુભાઈ ઉ.વ.20 બામરોલી સાંતલપુર વતની સાથલી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં બે આખલા ઓ યુદ્ધે ચડતા દોડધામ મચી..

અવાર નવાર જોવા મળતા આખલા યુદ્ધના દ્રશ્યો ને લઇ...

પાટણ ચાઈલ્ડ હેલ્પ લાઈન -૧૦૯૮ દ્વારા પતંગોત્સવની ઉજવણીકરવામાં આવી..

પાટણ તા. 17મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્હી...