fbpx

પ્લાસ્ટિક મુક્ત પાટણ અભિયાનમાં યુનિવર્સિટી નો ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ પરિવાર પણ જોડાયો..

Date:

પાટણ તા. ૧૧
પ્લાસ્ટિક મુકત પાટણ અભિયાન અંતર્ગત એક પ્રયાસ પ્રકૃતિ માટે નો યુનિવર્સિટી ના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા ગુરૂવાર ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. ઈકો બ્રિકસ અભિયાન મિશન ગ્રીન પાટણ અંતર્ગત પાટણ જિલ્લા ને પ્લાસ્ટિક મુકત કરવાના પ્રયાસ સ્વરૂપે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા સર્વે સ્વૈચ્છિક, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓના સહયોગ થી ઘરે ઘરે ઇકો બ્રિકસ બનાવડાવી સંગ્રહ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હોય

જે અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગના અધ્યાપકો સહિત ૨૦૦ થી વધુ વિધાર્થીઓએ કેમ્પસ ને પ્લાસ્ટિક મુક્ત બનાવી પ્લાસ્ટીક મુક્ત પાટણ અભિયાન મા સહીયોગી બન્યાં હતાં.

આ અભિયાન મા જોડાયેલા ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગના એચઓડી ડો. ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક મુકત પાટણના સંકલ્પને પૂર્ણ કરવાના આ નાનકડા પ્રયાસ માં સૌએ પોતાનુ શ્રેષ્ઠ યોગદાન આપી આ અભિયાન અંતર્ગત તારીખ ૪ જુલાઈ થી ૧૦ જુલાઈ સુધી પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે લોકો મા જાગૃતિ માટેના પ્રયત્ન કરવાની સાથે ઘરે ઘરે ઇકો બ્રિકસ બનાવરાવી તારીખ ૧૧ જુલાઇએ આ અભિયાન માં જોડાઈ ઇકોબ્રિકસ ઘર,સોસાયટી કે વિસ્તારમાંથી લઇ જઈ સાચા અર્થમાં પ્લાસ્ટિક મુક્ત પાટણ અભિયાન ને સાથૅક કર્યુ છે.

જેમાં યુનિવર્સિટી ના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગના અધ્યાપકો સહિત વિધાર્થીઓ પણ સહભાગી બન્યાં હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઓવર બ્રિજ ની ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર પસાર થતા ભારે વાહનોના કારણે માર્ગો પોલા બનતાં વાહનો ફસાવાની સમસ્યાઓ સજૉય…

ઓવર બ્રિજ ની ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર પસાર થતા ભારે વાહનોના કારણે માર્ગો પોલા બનતાં વાહનો ફસાવાની સમસ્યાઓ સજૉય… ~ #369News

પાટણ શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમીત્તે મહાઆરતી સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાયા…

પાટણ તા. ૮પાટણ બ્રહ્મક્ષત્રિય છાત્રાલય ખાતે શ્રી હિંગળાજ માતાજીના...

કેન્દ્રિય બજેટમાં ગુજરાતને અનેક મોટા પ્રોજેકટ આપ્યા છે : ભાજપ પ્રવકતા..

કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ અંતર્ગત પ્રેસ વાર્તા તેમજ પ્રબુદ્ધ નાગરિક...

માતૃશ્રાધ્ધનું આસ્થા સ્થળ એવા સિધ્ધપુર ખાતે બે દિવસીય માતૃ વંદના ઉત્સવ 2023 નો પ્રારંભ.

ગાયક કલાકાર પ્રહાર વોરાનાં તાલે ઝૂમી ઉઠ્યું સિદ્ધપુર શહેર.. પાટણ...