fbpx

સિધ્ધપુર ના લુખાસણ ગામની રાવળ મહિલાની હત્યા મામલે સમગ્ર રાવળ સમાજમાં ધેરા પ્રત્યાઘાતો પડ્યાં…

Date:

પાટણ તા.૩૦
સિદ્ધપુર ના લુખાસણ ગામે રાવળ સમાજ ની મહિલા કેસરબેનની હત્યા ના હત્યારા નો આજદિન સુધી કોઈ પત્તો નથી પોલીસ પણ આ હત્યારા ને પકડવા આસમાન જમીન એક કરી ચુકી છે છતાં આરોપીના કોઈ સગડ આજદિન સુધી નહિ મળતા રાવળ સમાજમાં તેના ધેરા પ્રત્યાઘાતો પડયાં છે

અને રાવળ સમાજ દ્વારા હત્યારા ને શોધી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે મંગળવારે ગુજરાત ભરના રાવળ સમાજના ભાઈઓ-બહેનોએ પાટણ સિંધવાઈ માતાજી મંદિર ખાતે એકત્ર થઈ રેલી કાઢી પાટણ કલેકટર અને જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપી હત્યા ના આરોપીને ઝડપી લેવા ઉગ્ર માંગ કરી હતી.

રાવળ સમાજ દ્વારા કલેકટર ને આપવામાં આવેલ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે ગત તા. 20-07-2024ને શનિવાર ના રોજ સિધ્ધપુર તાલુકાના લુખાસણ ગામે દર શનિવારે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં નવ પરગણા રાવળ સમાજની દિકરી નામે સ્વ.કેશરબેન વશરામભાઈ શ્રીફળ તેમજ અગરબત્તી નું વેચાણ કરી તેના પરીવારનું ગુજરાન ચલાવતા હતા

જેમને શનિવારે સાંજે તેમના દિકરાને ફોન કરી લેવા આવવા માટે ટેલીફોનીક જાણ કરેલી અને તેમનો દીકરો તેમને લેવા માટે મંદિરના પ્રાંગણ માં પહોંચે તે પહેલા કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ભોગ બનનાર નો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરવામાં આવેલ અને ત્યારબાદ આ અજાણ્યા હત્યારાઓ દ્વારા ભોગ બનનારને મંદિરની બાજુની ઝાડીમાં 500 મીટર દુર લઈ જઈ નિર્મમ હત્યા કરી તે હત્યા ને આત્મા હત્યામાં ખપાવવાની કોશીષ કરવામાં આવેલ છે.

આ બનાવ બાબતે થોડાક સમયમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી અને તે બનાવની આખી રાત કેશરબેનની શોધખોળ બાદ બીજા દિવસે સવારે ભોગ બનનાર કેશરબેનની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જમીન ઉપર બેઠેલ સ્થિતિમાં મળેલી હતી.

આ બધો ઘટનાક્રમ જોતા બનાવ પ્રથમ દર્શનિય રીતે હત્યાનો હોય તેવું જણાઈ આવે છે. અને આ બનાવને 10 દિવસ જેટલો સમય વીતવા છતાં હત્યારાઓ હજુ સુધી પોલીસ પકડથી દુર કેમ છે.? શું પોલીસ આ બનાવ બાબતે નિષ્ક્રિયતા દાખવે છે.? કેમ પોલીસ તપાસ ગોકળ ગતિએ થઈ રહી છે.? આ તમામ પ્રશ્નો ભારતીય નાગરીકો એવા નવપરગણા રાવળ સમાજ ના લોકોને સમજાતુ નથી.

જેથી નવપરગણા રાવળ સમાજની લાગણી સાથે માંગણી છે કે, પોલીસ તપાસ નિષ્પક્ષપણે અને તેજ ગતીએ કરવામાં આવે અને ભોગ બનનાર નવ પરગણા રાવળ સમાજ ની દિકરી કેશરબેનના હત્યારાને વહેલી તકે પકડવામાં આવે અને તેની વિરૂદ્ધ હત્યાના ગુનાની એફ.આઈ.આર નોંધવામાં આવે.તેમજ આરોપી નહી પકડાય તો નવપરગણા રાવળ સમાજ બેસી નહીં રહે પરંતુ આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે જલદ કાર્યકમો કરી પ્રશાસનને સતત જાગૃત કરવા માં આવશે તેમ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

મતદાતા ચેતના અભિયાન અંતગૅત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ..

પાટણ તા. 23 મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બુધવારે પાટણ...

પાટણના વાળીનાથ ચોક ખાતે બ્રહ્માણી નગરના શ્રી ગોગા મહારાજની જાતર અને રમેલ નો પ્રસંગ ઉજવાયો..

પાટણ તા. ૨૭પાટણ શહેરના વાળીનાથ ચોક વિસ્તારમાં આવેલ બ્રહ્માણી...