પાટણ તા. 3
હવામાન વિભાગની અગાહી ને પગલે પાટણ શહેર માં શનિવારે વહેલી સાવર થી ઝરમર વરસાદી ઝાપટા પડયાં હતા. દિવસ દરમ્યાન મેઘરાજાએ વરસાદી ઝાપટાં સાથે ઝરમર ઝરમર વરસવાનું ચાલુ રાખતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
પાટણ શહેર સહિત જિલ્લામાં સવારથી શરૂ થયેલ રિમઝિમ વરસાદ દિવસ દરમિયાન થોડા થોડા સમય માં વરસાદી ઝાપટા પાડી નિચાણવાળા વિસ્તારોને તરબોળ કરતાં લોકોને હાલાકીઓ ભોગવવાનો વારો આવ્યો હતો. વહેલી સવારથી જ શરૂ થયેલ વરસાદ કારણે કામ અર્થે નીકળેલ લોકો ને છત્રી અને રેઈનકોટ પહેરવાની ફરજ પડી હતી.
શનિવારે પાટણ શહેર સહિત જિલ્લામાં સવારે 6:00 થી સાંજના 6-00 વાગ્યાના સમય દરમિયાન વરસાદી આંકડાની માહિતી આપતાં ડિઝાસ્ટર વિભાગના સુત્રો એ જણાવ્યું હતું કે સાતલપુર મા 9 M. M.,રાધનપુર 18 M. M, સિદ્ધપુર 27 M. M, પાટણ 6 M. M. હારીજ 8 M. M, સમી 12 M. M, ચાણસ્મા 26 M. M, શંખેશ્વર 9 M. M. અને સરસ્વતી 3 M. M વરસાદ નોધાયો હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી