શૌયૅ જાગરણ યાત્રા પાટણ શહેર સહિત જિલ્લાના 67 ગામમાં નિકળશે…
પાટણ તા. 30 વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા અમર બલિદાનોની શૌર્ય ગાથા રજુ કરતી શૌર્ય જાગરણ યાત્રા યોજવામાં આવી છે.જે યાત્રામાં સામેલ રથમાં ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે તેમની પાધુકા મુકવામાં આવી છે જેનું ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પુજા આરતી સાથે શૌયૅ જાગરણ યાત્રાને આવકારવામાં આવી રહી છે.
શનિવારે આ શૌયૅ યાત્રા પાટણ શહેરના કાલિકા માતાજી મંદિર ખાતે આવી પહોચતા તેનું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પૂજન અર્ચન કરી આ શૌર્ય જાગરણ યાત્રા શહેર ના માર્ગો પર નિકળી હતી જે યાત્રાનું વિવિધ સમાજના આગેવાનો દ્વારા પુજા-આરતી કરવામાં આવી હતી. પાવન ભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રનું ભવ્ય મંદિર બની રહ્યું હોય ત્યારે આખા ભારત દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોર્ય જાગરણ યાત્રા નીકળવાની છે. શનિવારે પાટણ આવી પહોચેલી આ યાત્રા પાટણ શહેર સહિત જીલ્લા ના 67 ઞામોમા પરિભ્રમણ કરશે તેવું આયોજકો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી