fbpx

નારી વંદન ઉત્સવ અંતગૅત યુનિવર્સિટી ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી.

Date:

પાટણ તા. ૩
નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાને શનિવારે મહિલા સ્વાવ લંબન દિવસની ઉજવણી યુનિવર્સિટી ખાતેના રંગભવન માં કરવામાં આવી હતી.જેમાં મહિલાઓ માટે સ્વરોજગાર મેળો, લોન ધિરાણ મેળો રાખવા માં આવ્યો હતો.

આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત મેળામાં જિલ્લા રોજગાર કચેરી, કોસમોસ મેન પાવર પ્રા.લી. ગાંધીનગર, પ્લેટીનમ એચ. આર. સોલ્યુશન્સ, મહેસાણા, જીઓ ફ્રેશ ઓર્ગેનિક, સિદ્ધપુર, શારદા સન્સ પાટણ, દિવ્યમ એન્ટરપ્રાઈઝ પાટણ,જયમાડી પ્લેસમેન્ટ, અમદાવાદ તાલીમ અને રોજગાર આર એસ ટી વગેરે વિભાગોએ મહિલા સ્વરોજગાર મેળામાં ભાગ લીધો હતો. રોજગાર મેળામાં ભાગ લીધેલ વિવિધ કંપનીઓએ પોતાની કંપની વિષે માહિતી આપી હતી.

પુરોહિત ચેતનાબેન દ્વારા આજના પ્રસંગે મહિલા ઓને મધ ઉછેર થકી કઈ રીતે વ્યવસાયમાં આર્થિક પ્રગતિ કરી શકાય તે બાબતે મહિલાઓને વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત જિલ્લાના અધિકારી ઓ અને કર્મચારીઓએ કાર્યક્રમ વિશે વિસ્તૃત સમજ આપી હતી આ કાર્યકમ માટે જિલ્લા ના અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યા માં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને યોજનાઓ અને સ્વાવલંબન વિશે માહિતી મેળવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા ના સાતલપુર ના લોદરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા બાદ ગાડી માં આકસ્મિક આગ ભભૂકી..

પાટણ જિલ્લા ના સાતલપુર ના લોદરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા બાદ ગાડી માં આકસ્મિક આગ ભભૂકી.. ~ #369News

પાટણ સહિત જિલ્લામાં વર્ષની આખરી લોક અદાલત યોજાઈ…

પાટણ સહિત જિલ્લામાં યોજાયેલી લોક અદાલતોમાં મોટી સંખ્યામાં કેસોનો...

પાટણ યુનિવર્સિટી ની વિદ્યાર્થીની ભાર્ગવી ભગોરા એશિયા કપ તિરંદાજીમા ગુજરાતનાં પ્રતિનિધિત્વ માટે પસંદગી પામી…

યુનિવર્સિટી સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર ભાર્ગવી ભગોરાને યુનિવર્સિટીના...

પાટણ સાંસદ દ્રારા નૂતનવર્ષ સ્નેહમિલન સમારંભ યોજાયો..

મોટી સંખ્યામાં રાજકીય,સામાજિક આગેવાનો એ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી.. પાટણ...