પાટણ તા. ૫
પાટણની ઐતિહાસિક ૧૩૪ વર્ષથી સતત કાર્યરત શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે ચાલતાં ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત ૧૧મી સદીનાં મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણનાં પુસ્તક જે ઇતિહાસ લેખક ડો.મયુર
ભાઈ દ્વારા લખવામાં આવ્યું છે તેમાંથી વકતા કાંતિભાઈ સુથાર દ્વારા મહાન રાજવીની આત્મકથાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું.
પૃથ્વીરાજનાં વિવિધ પાસાઓ જેવા કે સંયુક્તાનો સ્વયંવર, તેઓની વીરતા,જયચંદના વેરભાવ, તેઓના સેનાપતિની ગદ્દારીનાં પ્રસંગો, મિત્રના પ્રસંગો, થાનેશ્વરનું યુધ્ધ, મોહમ્મદ ઘોરી સાથેનાં યુધ્ધોનું અને અંતમાં શબ્દ વેદી બાણ દ્વારા બારોટ મિત્રની વાણી મુજબ મોહમ્મદ ઘોરીની હત્યાનું ખુબ જ સુંદર શબ્દોમાં વર્ણન કરી અગિયારમી સદીની વીરતા,વેરભાવ, રાજકારણ, પ્રેમ, ભોગ– વિલા, છળકપટ, વગેરેનું નિરુપણ કરી શ્રોતાઓને ભવ્ય ઇતિહાસનો પરીચય કરાવ્યો હતો.
આ પ્રસંગે પ્રમુખ ડો.સોમપુરા દ્વારા સ્વાગત કરી આગામી કાર્યક્રમો જેમાં કોમ્પ્યુટર વર્ગો, લાઇબ્રેરીનું રીનોવેશન, શિવ મહિમ્ન સ્તોત્રનું પ્રવચન વગેરેની માહિતી આપી હતી. સંયોજક નગીનભાઈ ડોડીયાએ વકતાનો પરિચય આપ્યો હતો. મંત્રી મહાસુખભાઈ મોદીએ આભારવિધી કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી