fbpx

પાટણ ના હાસાપુર-બોરસણ લીંક રોડ પરની સોસાયટીના લોકો એ પ્રાથમિક સુવિધા મામલે પાલિકા નો ધેરાવો કર્યો..

Date:

પાટણ તા. ૫
પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હાસાપુર-બોરસણ લિંક રોડ ઉપર આવેલ કૃષ્ણમ, શુકન, દીયાના હોમ્સ, વસુંધરા પાર્ક ,તિરુપતિ રાજ, જેવી અનેક સોસાયટીમાં જયારથી ભૂગર્ભ ગટર કલેક્શન લીધેલ ત્યારથી જ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ સજૉતી રહી છે. તો વિસ્તારમાં અસહ્ય ગંદકી, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ ની પણ વારંવાર સમસ્યાઓ સજૉતી હોય પાલિકા સતાધીશો સહિત વિસ્તારના નગર સેવકો સમક્ષ અનેકવાર લેખીત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં સમસ્યાઓનું કાયમી નિરાકરણ નહિ આવતાં રોષે ભરાયેલા રહીશોએ સોમવારે સાંજે મહિલાઓ સાથે પાલિકા નો ધેરાવો કરી સુત્રોચ્ચાર સાથે પાલિકા પ્રમુખ ની ચેમ્બરમાં ધસી આવી ઉગ્ર રજૂઆત કરતાં મામલો ગરમાયો હતો જોકે પાલિકા પ્રમુખ દ્વારા સમસ્યાના નિરાકરણ મામલે જે તે શાખાને સુચિત કરી યોગ્ય કરવાની ખાતરી આપતાં મામલો શાંત પડયો હતો.

વિસ્તારની તમામ સોસાયટીના રહીશો એ પોતાનો આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું આ જયારથી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે ત્યારથી જ ગટરો ચોક અપ બનવાની સમસ્યાઓ સજૉઈ રહી છે.તો પાલિકા દ્વારા વેરા ડબલ કરવાની સામે સુવિધાઓ પુરી પાડવામાં વામણી પુરવાર થઈ છે અનેક વખત વિસ્તાર ના નગર સેવકો સહિત પાલિકા સતાધીશો સમક્ષ રજુઆત કરવા છતાં અને કલેકટરને પણ મેઈલ દ્વારા જાણ કરી હોવા છતાં ઉપરોક્ત સમસ્યાઓનું આજદિન સુધી નિરાકરણ નહિ આવતાં ના છુટકે આજે પાલિકા નો ધેરાવો કરવાની ફરજ પડી હોવાનું જણાવી પાલિકા પ્રમુખ ને રજુઆત કરતાં તેઓએ રહીશોની રજુઆત સાંભળી 15 દિવસમાં યોગ્ય નિરાકરણ ની ખાતરી આપતાં રહીશોએ 20 દિવસની મુદત આપી સમસ્યાનુ કાયમી નિરાકરણ લાવવાની માગ કરી હોવાનું રહીશોએ જણાવ્યું હતું. આ મામલે ચિફ ઓફિસરે પણ મંગળવારે રૂબરૂ વિસ્તારની મુલાકાત કરી સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય કરી આપવા ની રહીશોને હૈયાધારણા આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ મામલતદાર કચેરીના ધાબા પરથી મામલતદાર વી.ઓ. પટેલે મોતની છલાંગ લગાવતાં સનસનાટી મચી..

મામલતદાર ના આત્મહત્યા ના પગલે પરિવારજનો સહિત પોલીસ ઘટના...

શહેરની સુખાકારીને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખે એસઆઇ સહિત વોડૅ ઇન્સ્પેક્ટરોને લેશન આપ્યું..

સ્વચ્છતા,ટ્રાફિક,સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, પાણી, નડતરરૂપ ના દબાણો,આડેધડ ઊભી...

કાંસા ની એસ પી ઠાકોર સર્વોદય હાઈસ્કૂલની ટીમ કબડ્ડી મા રાજ્ય કક્ષાએ પસંદગી પામી..

પાટણ તા. 16 પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજિમણા મુકામે...