આસામની ચા પીઓ અને ટેન્શન થી મુક્ત રહો નું સુત્ર આપવામાં આવ્યું..
પાટણ તા. ૮
પાટણ શહેરમાં ૧૯૬૮ થી સંચાલિત ભગીની સમાજ પાટણ દ્રારા બહેનોને આત્મ નિર્ભર બનાવવા ની સાથે સાથે બહેનોને શુદ્ધ અને સાત્વીક રસોડાની ચીજવસ્તુ સસ્તા ભાવે મળે તે હેતુથી ડાયરેક્ટ ઉત્પાદક પાસેથી ખરીદી કરી, માત્ર નજીવા નફાથી બહેનોના આરોગ્ય ને નુકસાન ન થાય તે હેતુથી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
ભગીની સમાજ દ્વારા દર વર્ષે જુદા જુદા પ્રકાર ના મરચાં, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો વગેરેનું વેચાણ વર્ષોથી ભગિની સમાજ નજીવા નફાથી કરે છે. ચાલુ વર્ષે નવતર પ્રયોગ સૌરાષ્ટ્રની ઓઈલ મીલમાંથી શુદ્ધ મગફળી પીલાવીને શુદ્ધ મગફળી તેલના ડબ્બા નું વેચાણ કરેલ છે.
તો હમણાં આસામથી શુદ્ધ અને ભેળ સેળ મુક્ત આસામ ની ચા સીધી હોલસેલ ના ભાવે મંગાવી ને ભગિની સમાજ દ્વારા વેચાણ ચાલુ કર્યું છે. આસામ ની ઓરિજિનલ ચા નો ભાવ એક કિલો રૂ. 200 રાખવામાં આવ્યો છે તો આ ચા 500 ગ્રામ અને એક કિલોના પૈકીંગમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે.
આસામ ની ચા નું વેચાણ ભગિની સમાજ એમ. એન. હાઈસ્કૂલની સામે,કનસડાદરવાજા કાળકા રોડ પાટણ ખાતે સવારે ૧૧-૩૦ થી સાંજના ૪-૩૦ ના સમય દરમ્યાન ચાલુ હોવાનું સંસ્થાના પ્રમુખ વાલીબેન પટેલ, મંત્રી ડૉ. લીલાબેન સ્વામી, પ્રો. ચેરમેન ગીતાબેન બારોટ, કો.પ્રો.ચેરમેન મનિષાબેન ઠક્કરે જણાવ્યું હતું.