પાટણ તા. 26 પાટણ નગરપાલિકાની આગામી અઢી વર્ષની કામગીરી માટે નવીન કમિટીઓની રચના કરવામાં આવી છે ત્યારે પાટણ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટી શાખાના ચેરમેન પદે નીતાબેન દિલીપભાઈ પટેલ ની વરણી કરવામાં આવી હોય ગુરુવારે 12.39. કલાક ના શુભ મૂહૅત મા તેઓએ પોતાના ચેરમેન તરીકે ની જવાબદારી નો પદભાર વિધિવત્ત રીતે સંભાળ્યો હતો.
ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન પદે સતારૂઢ બનેલા નીતાબેન દિલીપભાઈ પટેલને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,ઉપપ્રમુખ હિનાબેન શાહ,પૂર્વ ટાઉન પ્લાનિંગ ચેરમેન શૈલેષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,કોર્પોરેટરો સહિત પાટીદાર સમાજના આગેવાનો ,ટાઉન પ્લાનિંગ શાખાના કમૅચારીઓ સહિતના ઓએ બુકે થી સન્માનિત કરી મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી