પાટણ તા. ૨૧
પાટણ શહેર ના પોશ વિસ્તાર એવા ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં સીસીટીવી પોલ કાયૅરત કરવામાં આવે તેવી રજુઆત પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય અને પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિ દ્રારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાને કરાયેલ લેખિત રજૂઆત મા તેઓએ જણાવ્યું છે કે શહેરના ટેલિફોન એક્સચેન્જ કેનાલ ચાર રસ્તા જેનો એક રસ્તો જલારામ મંદિર તરફ, બીજો રસ્તો કર્મભૂમિ , સિધ્ધરાજ બેંક થી લીલીવાડી, ત્રીજો રસ્તો ગાયત્રી મંદિર તરફ તથા ચોથો રસ્તો સ્ટર્લિંગ પાર્ક થી જીવનધારા કેનાલ તરફ પસાર થાય છે ,
આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સોસાયટીઓ આવેલી છે તથા આ ચાર રસ્તા પર દિવસના મોટી સંખ્યામા રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતાં હોય છે તેમજ રોડ પર અનેક મકાનો તથા દુકાનો આવેલી હોવાથી આ વિસ્તાર મા સલામતી માટેનો કોઈ વિકલ્પ નથી અગાઉ પણ આ વિસ્તારમા અવાર નવાર બહાર પડી રહેતી ગાડી પર પથ્થર મારાની ઘટનાઓ, ચેન સ્નેચિંગ ના બનાવો બનેલ છે.
આ ઉપરાંત રાત્રી દરમિયાન આ રોડ પર અવર જવર ઓછી હોવાથી અસામાજિક તત્ત્વો દ્વારા લૂંટફાટ ની ધટના બને તેવી ભયની આશંકા સેવાતી હોય છે ત્યારે આ પોશ વિસ્તાર મા ટેલીફોન એક્સચેન્જ ચાર રસ્તા પર સી.સી.ટી.વી. પોલ નાખવામાં આવે તેવી રજુઆત તેઓ દ્રારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી