fbpx

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્રારા આયોજિત ૩૯ મા સમૂહ લગ્નમાં ૧૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા..

Date:

પાટણ તા. ૧૪
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ૧૪ ડિસેમ્બરને ગુરૂવારના શુભ દિવસે શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં ૩૯ માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૧૨ નવદંપતિઓએ સમાજની સાક્ષીએ અને સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગરવ માડયા હતા.

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત ૩૯ માં સમૂહ લગ્ન પ્રસંગે સમાજના દાતાઓ તરફથી દરેક નવદંપતીઓને રોકડ સહિત ૪૭ જેટલી વિવિધ ભેટ સોગાદો અપૅણ કરવામાં આવી હતી.નવદંપતિઓને આશિર્વાદ પાઠવવા પ્રજાપતિ સમાજના સંતો- મહંતો અને સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ૩૯ માં સમૂહ લગ્ન ઉત્સવ ને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ, મંત્રી નીરૂભાઈ પ્રજાપતિ,ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ દલવાડી,ખજાનચી પ્રહલાદ ભાઈ પ્રજાપતિ,ઓડિટર મહેશ સ્વામી સહિત અરૂણ પ્રજાપતિ, પ્રહલાદ એમ. પ્રજાપતિ,દિનેશ પ્રજાપતિ, ગણપતલાલ પ્રજાપતિ, જીતેન્દ્ર ઓતિયા સમૂહ લગ્ન સમિતિના પ્રો.ચેરમેન મુકેશભાઈ પ્રજાપતિ,વિજયભાઈ સ્વામી, કનુભાઈ પ્રજાપતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ રિજીયોનલસાયન્સ સેન્ટર ખાતે મેરી લાઈફ મિશન જાગૃતિ સાથે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ દિનની ઉજવણી કરાઈ..

પાટણ તા. 28ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણ ખાતે ગુજરાત રાજ્ય અંડર 23 ભાઈઓ-બહેનો ની કુસ્તી સ્પર્ધા યોજાઈ..

પાટણ ખાતે ગુજરાત રાજ્ય અંડર 23ભાઈઓ-બહેનો ની કુસ્તી સ્પર્ધા યોજાઈ.. ~ #369News

રમતગમત સંકુલ, પાટણ મુકામે જિલ્લા ક્રીડા ભારતી ની બેઠક મળી..

ક્રિડા ભારતી દ્વારા પાટણ જિલ્લાના તમામ તાલુકામાં ક્રિડા કેન્દ્રો...