fbpx

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાંપ્રદેશના ઈન્ચાર્જ તરીકે કે. સી.પટેલ ની નિયુકિત કરવામાં આવી..

Date:

પાટણ તા. ૨૧
પાટણના પનોતા પુત્ર અને નાનપણથી જ રાષ્ટ્રીય ભાવના જેમના હૈયે વસેલી છે તેવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી સહિત પાર્ટીના આદેશ મુજબ અનેક જવાબદારીઓ વહન કરનાર કુશળ સંગઠક અને સંગઠનના મહારથી કે. સી. પટેલ ની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી સાથેની પ્રમાણિકતાને ધ્યાનમાં રાખીને ભાજપાના આગામી સંગઠન પવૅ અનુસંધાને હાથ ધરાનાર સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશ ના ઇન્ચાર્જ તરીકે કેન્દ્ર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા નિયુક્ત કરવામાં આવતાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

કે.સી.પટેલને મળેલી આ મહત્વની જવાબદારીમાં તેઓ સફળ રહે તેવી કામના સાથે સૌ નગરજનો દ્રારા તેઓને શુભેચ્છાઓ પાઠવી છે. પાટણના પનોતા પુત્ર કે સી પટેલે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત થી જ પાર્ટી પ્રત્યે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્ય કરી પાર્ટીમાં એક આગવી લોક ચાહના પ્રાપ્ત કરી છે.

તેઓને વષૅ ૨૦૧૫ મા પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશમા સહઈ ન્ચાર્જ ની જવાબદારી સોંપવામાં આવી હતી અને ત્યારે પણ તેઓએ નિષ્ઠા અને પ્રમાણિક પણે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને પાર્ટીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવામાં પણ સફળતા અપાવી હતી.

ત્યારે વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીમાં કે.સી.પટેલ ને મહત્વની જવાબદારી પ્રાપ્ત થઈ હોય તે માટે તેઓએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય અને રાજ્યના મોવડી મંડળનો સહ હૃદય આભાર વ્યક્ત કરી ગુજરાત રાજ્ય મા ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં સૌથી વધુ લોકોને જોડી પક્ષને વધુ મજબૂત બનાવવા પોતાની તત્પરતા  દશૉવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ભાજપ બક્ષીપંચ મોરચો લોકસભા ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાટલા બેઠકો યોજશે..

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ.. પાટણ...

જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા બાળગૃહના બાળકોને દિવાળી નિમિતે વિવિધ ભેટ આપતા બાળકો હરખાયા…

પાટણ તા. ૯સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા...