પાટણ તા. 22
પાટણ જૈન સંસ્થાઓએ દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ પર્યુષણ પવૅ નિમિત્તે પાટણ શહેર સહિત જિલ્લામાં એક સપ્તાહ માટે કતલખાના તેમજ નોન વેજ ની હોટલો, લારીઓ સદંતર બંધ રહે તે માટે કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. પાટણ જૈન સમાજે પાટણ જિલ્લા કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું જૈન ધર્મના પવિત્ર પવૅ એવા પર્યુષણ પવૅ નિમિત્તે તા.31ઓગષ્ટથી 7 મી સપ્ટેમ્બર સુધી 8 દિવસ દરમ્યાન પાટણ શહેર અને જિલ્લામાં ચાલતા ગેર કાયદેસર કતલખાના તેમજ નોનવેજ આહારનું વેચાણ કરતી હોટલો, લારી- ગલ્લાઓ, ઇંડાની લારીઓ વિગેરે બંધ રાખવા માટે જાહેરનામું જારી કરી આદેશ આપવા રજૂઆત કરી આદિ- અનાદિકાળથી ચાલી આવી રહેલી ધાર્મિક પરંપરા અને આસ્થા મુજબ ચાલુ સાલે પણ તા. 31-8-2024 થી તા.7-9-2024 સુધીના દિન 8 દરમ્યાન જૈન ધર્મના સમુદાયો પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી જપ, તપ વિગેરે અનુષ્ઠાન દ્વારા ધર્મ આરાધના કરતા હોય છે ત્યારે ઉપર મુજબના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વ દરમ્યાન એટલે કે તા.31-8-24 થી તા. 7-9-2024 સુધીના દિન 8 દરમ્યાન સમગ્ર પાટણ શહેરમાં અને જિલ્લામાં કાયદેસર,ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાં સહિત ના નોનવેજ ના ધંધા રોજગાર સંપૂર્ણ રીતે બંધ રાખવા જાહેરનામાં દ્વારા આદેશ કરવા તેમજ નોનવેજ આહારનું વેચાણ કરતી હોટલો, લારી- ગલ્લાઓ, ઇંડાની લારીઓ વિગેરે બંધ રાખવા જાહેરનામા દ્વારા આદેશ કરવાની કાર્યવાહી કરવા જૈન સંગઠનો એ અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી