fbpx

સ્વચ્છતા હી સેવા અંતગૅત પાલિકા પ્રમુખ – ઉપપ્રમુખ, કોર્પોરેટરો અને કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું..

Date:

ઐતિહાસિક રાણકીવાવ, સહસ્ત્રલીગ સરોવર અને આસપાસના જાહેર સ્થળો ને સ્વચ્છ બનાવ્યા.

પાટણ તા.17
સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ રાજ્ય વ્યાપી આયોજનોના ભાગરૂપે પાટણ જિલ્લામાં વિવિધ સ્વચ્છતા લક્ષી પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. રાજ્યમાં બે માસ સુધી ચાલનારા “ સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ તા.૧૬ ઓક્ટોબર થી તા.ર૧ ઓક્ટોબર સુધી નિર્ધારિત પ્રવૃત્તિ અનુસાર ગ્રામ્ય વિસ્તારનાં તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇટ, મહાપુરષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીનાં સ્ત્રોતો, સર્મુંદ્ર કિનારાની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત મંગળવારે નગર પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ, કોર્પોરેટરો અને નગર પાલિકાના કમૅચારીઓ દ્રારા ઐતિહાસિક રાણકીવાવ, સહસ્ત્રલીગ સરોવર અને તેની આસપાસના જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત નગર પાલિકાના પ્રમુખ હિરલબેને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત આજે નગરપાલિકા દ્વારા રાણકી વાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.અગામી બે મહિના સુધી ચાલનારા રાજ્યવ્યાપી “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં શકય એટલા તમામ લોકોની ભાગીદારી થાય, બધાં લોકોને સ્વચ્છતાલક્ષી પ્રયત્નો કરવા આગ્રહ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

આ અભિયાનથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અગામી બે માસમાં દરેક દિવસે નવીન પ્રવૃતિઓનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

આકસ્મિક મૃત્યુ પામેલ ખેડૂત વારસદાર ને રૂ. 1 લાખ નો આથિર્ક સહાય નો ચેક અપૅણ કરાયો..

આકસ્મિક મૃત્યુ પામેલ ખેડૂત વારસદાર ને રૂ. 1 લાખ નો આથિર્ક સહાય નો ચેક અપૅણ કરાયો.. ~ #369News