આપણ ને ન ગમે તેવો વ્યવહાર બીજા સાથે નકરવો તે જ ખરી અહિંસા-પૂ નયશેખર વિજયજી.
પાટણ તા. ૩૦
મીરપુર જહાજ મંદિર પારસમણિ તીર્થ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન મૌન વરિષ્ઠ પ.પૂ.મુનિરાજશ્રી પુન્યરત્નચંદ્રજી મ.સા,પ.પૂ.મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા આદિ થાણા ની પાવનકારી નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે જૈન મુનિરાજશ્રી નયશેખર વિજયજી મહારાજ સાહેબ એ જણાવેલ કે પર્યુષણનો અર્થ થાય છે ‘પરીવસન’ એટલે કે નિકટ રહેવું આત્માની નિકટ રહેવું.
ભૌતિક દુનિયામાં દોડતા રહેતા માનવીને ભીતરની આધ્યાત્મિકતા તરફ જવાનો સંદેશ લઇને પર્યુષણ પધાર્યા છે.પ્રવચન યોગ્ય એ પર્યુષણનો પ્રાણ છે. પ્રથમ ત્રણ દિવસ ‘અષ્ટાન્હિકા ગ્રંથ પર પ્રવચનો થશે.આ ગ્રંથમાં પર્યુષણ પાંચ કર્તવ્ય, વાર્ષિક 11 કર્તવ્યો અને પૌષધ પર વિવેચના કરવામાં આવી છે.પાંચ કર્તવ્ય આ પ્રમાણે છે.
જેમાં (૧)અમારી પ્રવર્તન :-કોઈને પણ મારવું નહીં એટલે અહિંસા નું પાલન કરવું અને કરાવવું જગતના સઘળા જીવો સાથે મૈત્રી તે અમારી પ્રવર્તનનું વિધાયક સ્વરૂપ છે.
(2) સાધર્મિક વાત્સલ્ય સાધર્મિક એટલે સમાન ધર્મ પાળનારા તેમની ભક્તિ કરવી જોઈએ. જેથી પરસ્પર ધર્મમાં દ્રઢતા આવે છે.ટૂંકમાં પોતાના સાધર્મિકની આર્થિક, સામાજીક, શારીરિક,માનસિક અને આધ્યા ત્મિક સર્વ પ્રકારની ચિંતા કરવી અને તેના સંકટ નિવારણમાં સહાયક બનવું.તેનું નામ સાધર્મિક ભક્તિ છે. આપણા શાસ્ત્રોએ સાધર્મિક ભક્તિનો અપાર મહિમા ગાયો છે. ત્યા સુધી કહ્યું છે કે “ત્રાજ્વાના એક પલ્લામાં તમારા સઘળા ધર્મો મૂકો અને બીજા પલ્લામાં એક સાચા સાધર્મિકની તમે કરેલી સાચી ભક્તિ મૂકોતો બંને સરખા થશે.
“જોવા જેવું છે કે આપણે આજે નથી જાણતા પરંતુ સાધર્મિકોમાં કોઈ ભાવિ તીર્થંકરના જીવ હશે,કોઈ ગણધરના જીવ હશે ! કોઈ મહાસાધક મુનિ બનનાર હશે ! તો કોક વળી જબરજસ્ત શાસન પ્રભાવના કરનાર રાજા કુમારપાળ, મંત્રી વસ્તુપાળ, જેવા મહાશ્રાવક થનારા હશે ! તો જરૂર ભક્તિ કરું જેથી ભાવિ તીર્થંકર ગણધર વગેરેની ભક્તિ કર્યાનો લાભ મળે.
3 ક્ષમાપના:-મન વચન અને કાયાથી કોઈને પણ દુઃખ પહોંચાડયું હોય તો ક્ષમા માંગવી અને ક્ષમા આપવી જે ખમાવે છે તે આરાધક અને જે નથી ખમાવતો વૈર રાખે છે. તે વિરાધક છે.
(4) આઠમ તપ:-પર્યુષણની આરાધના નિમિત્તે અટ્ઠમ એટલે ત્રણ દિવસ ના ઉપવાસ કરવાની જિનાજ્ઞા છે.તથા દ્વારા પૂર્વ જેનીત કર્મો નાશ પામે છે.તપ યથાશક્તિ કરવાનો છે.નહીં કરી શકનારને બીજા પણ વિકલ્પો બતાવ્યા છે.
(5) ચૈત્ય પરિપાટી:-ધર્મ બતાવનાર પરમ ઉપકારી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞાતા અને અહો ભાવ વ્યત કરવા સમૂહમાં જિનાલયમાં દર્શનાર્થે જવું તે ચૈત્ય પરિપાટી કહેવાય છે. આ પાંચ કર્તવ્યના પાલન દ્વારા ભાવિકો પર્યુષણ પર્વની આત્મિક ઉજવણી કરશે.
અહેવાલ યશપાલ સ્વામી