પાટણ તા. 21
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફત્તેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય આયોજિત ડો. શરદભાઈ બી. પટેલના સૌજન્યથી એસી રીપેરીંગ ના એક માસના ક્લાસનો સોમવાર થી શુભારંભ કરવામાં આવ્યો હતો.આ શુભપ્રસંગે દાતાઓનાં સાથ- સહકારથી પાટણનાં વેરાઇ ચકલા વિસ્તારમાં આવેલ શ્રી બદ્રીદાસજી મહારાજની વાડી ખાતે નગરશેઠ વિક્રમભાઈશાહ, મુંબઈ, જનતા હોસ્પિટલ ના ડો.શરદભાઈ બી. પટેલ તથા બ્લ્યુ સ્ટાર એ. સી. મહેસાણાના રાકેશભાઈ પટેલ વિગેરે મહેમાનોનાં શુભહસ્તે દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન પાઠવી ક્લાસની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રીમંત ફતેસિંહ રાવ લાયબ્રેરીના પ્રમુખ ડો. શૈલેષભાઈ સોમપુરા એ સૌને શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ સી રીપેરીંગ કોર્સ માટે આવેલા લોકોને પ્રાસંગિક ઉદબોધન આપી શુભેચ્છાઓ પાઠવી આવા રોજગારલક્ષી તાલીમ નું આયોજન કરવા બદલ લાઇબ્રેરીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓને આ ક્લાસમાં નિયમિતતા જાળવી મહેનત કરવાં સૂચન કર્યું હતું.
એ.સી.રીપેરીંગના આ કલાસમાં રાકેશભાઈ પટેલ તેમજ ટ્રેઇનર પ્રતિકભાઈ પરમાર, કૈલાસભાઈ અધ્યારૂ અને વિષ્ણુભાઇ પરમાર દ્વારા 30 દિવસના એ.સી. રીપેરીંગનું થીયરિકલ અને પ્રેક્ટિકલ જ્ઞાન સાથેનું શિક્ષણ આપવામાં આવશે. આ ઉદ્ઘાટન પ્રસંગે લાયબ્રેરીના સભ્યો રાજેશભાઈ પરીખ, સુરેશભાઈ દેશમુખ, અશ્વિનભાઈ નાયક, નટુભાઈ દરજી, શિવપ્રસાદ ગોઠી, રાજેશભાઈ રાવત, જીજ્ઞેશભાઈ દરજી, મુકેશભાઈ યોગી સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સુનીલભાઈ પાંગેદાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધી મંત્રી મહાસુખભાઈ મોદી એઁ કરી હતી.