fbpx

પાટણના જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન મા શરૂ કરાયું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર…

Date:

પાટણ તા. ૧૨
રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ ની PBSC (પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર) મહત્ત્વની યોજના છે. જે તમામ જિલ્લામાં કાર્યરત છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઘરેલુ હિંસા અને અન્ય સમસ્યાઓ જેમ કે, નશામાં થયેલ હિંસા, બળાત્કાર, બાળ શોષણ, બાળકોનો કબજો, દહેજ, સાયબર ક્રાઇમ જેવા કેસોમાં મદદ માટે પોલીસ સ્ટેશન જતી મહિલાઓને PBSC સેન્ટરની મહિલા કાઉન્સેલર દ્વારા જ કાઉન્સિલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ રહેલો છે.

જે અંતર્ગત મંગળવારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પોલીસ સ્ટેશનમાં એક નવું PBSC શરૂ કરવા આવેલ છે. જેમાં મહિલા કાઉન્સેલર દ્વારા તમામ પીડિત મહિલાઓને સહાયતા પૂરી પાડવામાં આવશે.

PBSC દ્વારા ઘરેલુ હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને મદદરૂપ થવા અને જરૂરિયાત જણાય તેની સમસ્યાના ઉકેલના ભાગરૂપે કાઉન્સિલિંગ કરવા, મહિલાઓને તેના કાયદાકીય અધિકારો થી માહિતગાર કરવા, તેમને કાનૂની સેવા પૂરી પાડવામાં મદદ થવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા PBSC યોજના બનાવવામાં આવેલ છે.

જે અન્વયે પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓને વિવિધ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. સોલંકી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામી, જિલ્લા દહેજ પ્રતિ બંધક અધિ કારી મુકેશભાઈ પટેલ, ફિલ્ડ ઓફિસર મુકેશભાઈ મિસ્ત્રી, DHEW સ્ટાફ, PBSC સ્ટાફ, સ્વાતિ સંસ્થા નો સ્ટાફ તથા પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાનાં 40 આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આયોજન ઘડાયું..

વિભાગીય નાયબ નિયામક,ગાંધીનગરના ડૉ. એસ.કે.મકવાણા એ તાલુકાના સેન્ટરોની મુલાકાત...

મર્ડર ના ગુનામાં સજા પામેલ અને પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આરોપીને ચાણસ્મા પોલીસ ઝડપી લીધો..

મર્ડર ના ગુનામાં સજા પામેલ અને પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આરોપીને ચાણસ્મા પોલીસ ઝડપી લીધો.. ~ #369News

રમતગમત સંકુલ, પાટણ મુકામે જિલ્લા ક્રીડા ભારતી ની બેઠક મળી..

ક્રિડા ભારતી દ્વારા પાટણ જિલ્લાના તમામ તાલુકામાં ક્રિડા કેન્દ્રો...