છેલ્લા કેટલાક વષૅ થી શ્રાવણ માસ મા રેલવે મા કરાતી સત્ય નારાયણ ભગવાન ની કથાની પરંપરા નિભાવી..
પાટણ તા. ૩૧
સવારે ૬-૨૦ કલાકે પાટણ થી સાબરમતી જતી ડેમુ ટ્રેન માં નિત્ય અપ-ડાઉન કરતાં મુસાફરો ના ગ્રુપ દ્વારા રેલવે ની મુસાફરી સહી સલામત બની રહે અને રસ્તામાં કોઈ વિધ્ન ન સજૉઈ તેવી ભાવના સાથે છેલ્લા કેટલાક વષૅથી શ્રાવણ માસમાં રેલવેની અંદર ભગવાન શ્રી સત્ય નારાયણ ની કથા નું આયોજન કરવામાં આવતું હોય છે.
ચાલુ સાલે પણ શનિવારે સવારે ૬-૨૦ કલાકે પાટણ થી સાબરમતી જતી રેલવે મા ભગવાન શ્રી સત્ય નારાયણ ની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક રેગ્યુલર પેસેન્જર ગૃપના સભ્યોએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે આખી ટ્રેનમાં જેટલા પણ મુસાફરો સફર કરતા હતા તે દરેક ને કથાનો મહા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.
પાટણ થી સાબરમતી જતી રેલવે મા રેગ્યુલર પેસેન્જર ગૃપના સભ્યો દ્રારા છેલ્લા કેટલાક વર્ષો થી રાબેતા મુજબ શ્રાવણ માસમાં ભગવાન શ્રી સત્ય નારાયણ દેવની કથા કરવામાં આવે છે.જે પરંપરાને ચાલુ સાલે પણ શ્રાવણ માસના પવિત્ર શનિવારે નિભાવવામાં આવી હતી.
રેલવે મા ભગવાન શ્રી સત્ય નારાયણ ની પવિત્ર અને ધાર્મિક કથા ના આયોજન મા પાટણ રેલવે વિભાગ તરફથી પણ ખુબજ સારો સહકાર આપવા માં આવતો હોવાનું રેગ્યુલર પેસેન્જર ગૃપના સભ્યોએ જણાવ્યું હતું.
શનિવારે સવારે પાટણ થી સાબરમતી રેલવે મા આયોજિત ભગવાન શ્રી સત્યનારાયણ ની કથાના યજમાન પદે કલ્પેશભાઈ દરજી અને પ્રવીણભાઈ પરિવારે લ્હાવો લીધો હતો. કથા નું સુંદર રસપાન પાટણ જગદીશ મંદિર ના પૂજારી કનુભાઈ દ્રારા કરાવવામાં આવ્યું હતું.ભગવાન શ્રી સત્ય નારાયણ ની કથાના આયોજન ને લઇ રેલવે ના ડબ્બા ને રંગબેરંગી ફૂલો અને ગુબ્બારા સાથે આસોપાલવના તોરણ થી શણગારવામાં આવી હતી.