ઝાડ ધરાસાયી બનતા ચામુંડા માતા મંદિર તરફ જવાનો માર્ગ બ્લોક થયો..
ટ્રસ્ટીઓ દ્વારા માર્ગ વચ્ચે પડેલા ઝાડને દૂર કરી મંદીરનો માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાશે..
પાટણ તા. ૩૧
હવામાન વિભાગની આગાહીના પગલે સતત એક સપ્તાહ સુધી પાટણ શહેરમાં વરસેલા વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના વાડી પરિસર ખાતે ચામુંડા માતાના મંદિર તરફ જવાના માર્ગ પર પાણીની પરબ નજીકનું વર્ષો જૂન સુકાઇ ગયેલ વૃક્ષ શનિવારે સવારે અચાનક જડમૂળથી ધરાશાયી બનતા ચામુંડા માતા મંદિર તરફ જવાનો માર્ગ બંધ થઈ જતા દર્શનાર્થીઓને હાલાકી ભોગવી પડી હતી.જોકે કોઈ દશૅનાર્થી ઓની અવર જવર ન હોય જાનહાની ટળી હતી.
આ બાબતે ચામુંડા મંડળના સેવાભાવી યુવા કાર્યકર વિષ્ણુભાઈ પ્રજાપતિએ સોશિયલ મીડિયાના માધ્યમ થી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને અપીલ કરતા ટ્રસ્ટીઓ દ્વારા માર્ગ પર ધરાસાઈ થયેલ વૃક્ષને દૂર કરવા અને ચામુંડા માતાજીના મંદિર તરફ જવાના માર્ગ ને ખુલ્લો કરવાની તજવીજ તાત્કાલિક હાથ ધરાનાર હોવાનું પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશભાઈ સ્વામીએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી