પાટણ તા. ૨૦
પાટણ શહેરમાં નવા ગંજ બજાર ખાતે આવેલા એ.પી.એમ.સી. હોલમાં રવિવારે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ભારત વિકાસ પરિષદ, પાટણ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ના સવાયા ગુજરાતી એવા પદ્મવિભૂષણથી સન્માનિત અને વ્યવસાય તથા સેવાકીય પ્રવૃત્તિઓમાં જેની જોડ મળે એમ નથી એવા મહામાનવ સ્વ.રતન નવલ ટાટા ને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શાબ્દિક શ્રધ્ધાંજલિ આપવા માટે વિભાગ સંઘસંચાલકજી, મહેસાણા વિભાગ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નવિનભાઇ પ્રજાપતિએ સ્વ. રતન ટાટાની જીવન ઝરમર વિશે વાત કરી હતી. અને પાટણ ના જાણીતા સાહિત્યકાર અશોકભાઇ વ્યાસે સ્વ. રતન ટાટાની સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ સ્વ. રતન ટાટા ને સાંગીતિક ભાવાંજલિ આપવા માટે પાટણ ના જાણીતા ગાયક કમલેશ સ્વામી અને તેમના કલાવૃદ દ્રારા ભક્તિસભર ગીતો રજૂ કયૉ હતાં.
એપીએમસી હોલ ખાતે આયોજિત કરાયેલા રતન ટાટાજીના શ્રધ્ધાંજલિ કાર્યક્રમ મા ખાસ ઉપસ્થિત રહેલા એ પી એમ સી ચેરમેન સ્નેહલભાઈ પટેલે સ્વ. રતન ટાટાજી ને શ્રધ્ધા સુમન સમપિર્ત કરતાં જણાવ્યું હતું કે દેશના સુખ દુખ મા સદાય સહયોગ આપનાર રતન ટાટાની સમગ્ર દેશ ને કયારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
તેઓના આત્માની શાંતિ માટે ભારત વિકાસ પરિષદ પાટણ દ્રારા આયોજિત કરવામાં આવેલ શ્રધ્ધાંજલી કાર્યક્રમ ને સરાહનીય લેખાવી પાટણના રત્નો માટે પણ આવા સન્માન- શ્રધ્ધાજલી જેવા જાહેર કાર્યક્રમ યોજવા ટકોર કરી હતી.
એપીએમસી હોલ ખાતે આયોજિત કરાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં પાટણ ના પ્રબુદ્ધ નગરજનો, પત્રકારો અને ભારત વિકાસ પરિષદ પાટણ ના સભ્યોએ ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ અપિર્ત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી