google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને અંતિમ સોમવારના પવિત્ર દિવસે પાટણ શહેરના શિવ મંદિરો શિવ ભક્તોથી ઉભરાયા..

Date:

પાટણ તા. ૨
શ્રાવણ માસના પૂર્ણાહુતિના અંતિમ સોમવારના પવિત્ર દિવસે પાટણ શહેરના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવ આરાધના સાથે હવન યજ્ઞ, અન્નકૂટ મહોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવો ભક્તિ સભર માહોલમાં શિવ ભક્તો દ્વારા ઉજવવામાં આવ્યા હતા. પાટણ શહેરના સિધ્ધનાથ મહાદેવ,બગેશ્વર મહાદેવ, હરી હર મહાદેવ, નાગેશ્વર મહાદેવ,કુબેરેશ્વર મહાદેવ, પદ્મેશ્વર મહાદેવ ગોપેશ્વર મહાદેવ સહિત અનેક શિવ મંદિરોમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે વિવિધ પ્રકારની ભગવાન શિવ સન્મુખ રંગબેરંગી ફૂલોની અને ફ્રુટની આંગી રચના કરવામાં આવી હતી.

પાટણ શહેરના અંબિકા શાકમાર્કેટ ખાતે આવેલા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે શાક માર્કેટના સૌ વેપારીઓ દ્વારા શ્રી નાગેશ્વર મહાદેવ પરિસર ખાતે હવન યજ્ઞ સહિત વિદેશી અને દેશી 500 કિલો થી વધુ ફ્રૂટ નો અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. જેના દર્શન નો લાભ લઈ માર્કેટના વેપારીઓ સહિત પાટણના શિવ ભક્તો ધન્ય ભાગ બન્યા હતા.તો આ ફ્રુટ ની આંગી અને યજ્ઞના યજમાન તરીકે અંબિકા શાક માર્કેટ ના વેપારી મહેન્દ્રભાઈ રામજીભાઈ પટણી પરિવારે લાભ લીધો હતો.

મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ, પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ, પાટણ જિલ્લા બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ સંજયભાઈ પટેલ, મંત્રી નીલમભાઈ પટેલ, ખજાનચી નીતિનભાઈ પટેલ, હિતેશભાઈ ઠક્કર સહિત પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો,રાજકીય – સામાજિક આગેવાનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો એ ઉપસ્થિત રહી હવનના દર્શન પ્રસાદનો લાભ લીધો હતો.

અંબિકા શાક માર્કેટ ખાતે આયોજિત કરાયેલા આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા પ્રમુખ મનોજભાઈ પટેલ, મંત્રી કનુભાઈ પટેલ સહિત તમામ સભ્યો અને અંબિકા શાક માર્કેટ ના તમામ વેપારીઓએ સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી હતી.શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ફ્રૂટ ના અન્નકૂટ મહોત્સવમાં ઉપયોગમાં લેવાયેલા વિવિધ પ્રકારના 15 જેટલા 500 કિલો થી વધુ ફ્રુટો મંગળવારે પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં જરૂરીયાત મંદ દર્દીઓમાં વિતરણ કરવામાં આવનાર હોવાનું અંબિકા શાક માર્કેટના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સમીપ રામનગરના ભદ્રાડાપુરા માં શ્રી રામદેવપીર મંદિરની ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

પાટણ સમીપ રામનગરના ભદ્રાડાપુરા માં શ્રી રામદેવપીર મંદિરની ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.. ~ #369News

પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી કેન્દ્રની મુલાકાત લીધી..

પાટણ તા. ૫લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાનાર...

શ્રી પદ્મનાભ મંદિર અને શ્રી પદ્મનાભ મુક્તિધામ માં સખાવત આપનાર દાતાઓને સન્માનિત કરાયા..

પાટણ તા.૩પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના...

પાટણની શેઠ એમ.એન.હાઇસ્કુલ ના બાળકો એ સાયન્સ કાર્નિવલ 2024 માં ગોલ્ડ મેડલ મેળવ્યો..

પાટણ તા. ૧૪વિજ્ઞાન દિનની ઉજવણી ના ભાગરૂપે સાયન્સ સીટી,...