પાટણ તા. ૮
વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબ જ અનિવાર્ય બની ગયો છે.વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે.
વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે.જે ઉદ્દેશ્ય સાથે પાટણ ખાતે આવેલ શાકુંતલ ગ્રીનસીટી સોસાયટી ના સૌ રહીશ દ્વારા ઋષિ પંચમીના શુભદિને સોસાયટીને વધુ ગ્રીન કરવા માટે બાળકો, વડીલો અને માતાઓના હસ્તે કદમ, કૈલાસપતિ, ટરમીનલિયા, કોડિયાં, બોટલ બ્રુસ, ટેબુલિયા રોઝ, દિન્કારાજા, જાસૂદ, મોગરા બારમાસી, એક્ષોરા, ટગર, ટેકોમાં અર્જન્ટીના, પિંકેશિયા, રાઈન ટ્રી જેવા વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી