રાધનપુર પોલીસ દ્વારા આધેડ ની અટકાયત કરી પરિવારજનો ની સાક્ષી મા જવાબ લઈ આધેડ ને મુકત કર્યા..
પરિવારજનો દ્વારા મૃતક મહિલાની વિધિસર અંતિમ ક્રિયાની તૈયારીઓ કરાઈ..
પાટણ તા. 5
પાટણ જિલ્લાના રાધનપુરમાં એક આધેડ દ્રારા પોતાની 75 વર્ષીય પત્નીના મૃત્યુ પામ્યા ને થોડા કલાક મા જ જીવતી સમાધિ લેવાનો નિશ્ચય કરતા સમગ્ર રાધનપુર શહેર સહિત પોલીસ બેડામાં સનસનાટી મચી જવા પામી હતી. અને આધેડ જીવતા સમાધિ લે તે પહેલા જ પોલીસે ઘટના સ્થળે આવી તેની અટકાયત કરી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર ઘટના ની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા ના રાધનપુર શહેરના અંબિકા રોડ પર રહેતા જીવાભાઈ જગસીભાઈ વાવરિય (દેવી પૂજક) ની પત્ની રૂખીબેન ઉ. વ. 75 નું સોમવારે સવારે મૃત્યુ નિપજતાં જીવાભાઈ વાવરિયા એ પોતાની પત્ની ને સજોડે જીવવા મરવાના કોલ દીધા હોવાથી જીવતા સમાધિ લેવાનો નિધૉર વ્યકત કરતાં પરિવારજનો સહિત સમગ્ર રાધનપુર શહેરમાં ઉપરોક્ત બાબતને લઈને સનસનાટી મચી જવા પામી હતી.
તો આ બનાવની જાણ રાધનપુર પોલીસ ને થતાં તેઓએ ધટના સ્થળે દોડી જઈને જીવા ભાઈ વાવરિયા ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જીવાભાઈ એ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે મારી પત્ની અને મે જીવવા મરવાના કોલ એકબીજા ને આપ્યા હોય હું મારી પત્ની પાછળ જીવતાં સમાધિ લેવા માગું છું અને સમાધિ માટે ભગવાનની મંજૂરી મળી હોવાનું જણાવી પોલીસ ની એકપણ વાત માનવા તૈયાર ન થતાં આખરે પોલીસે જીવા ભાઈ વાવરિયા ની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાંલઈ જઈ પરિવારને સાથે રાખીને સમજાવવાનો પ્રયાસ કરતા કલાકો ની સમજાવટ બાદ જીવા ભાઈ વાવરિયા એ જીવતા સમાધિ લેવાની જિદ છોડતા પોલીસે પરિવાર ની સાક્ષીમાં તેઓનું નિવેદન લઈ તેઓને મુકત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
જયારે મૃતક રૂખીબેન વાવરિયા ની પરિવારજ નો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં અંતિમ વિધિ ની તૈયારીઓ હાથ ધરી હોવા નું જાણવા મળ્યું છે.જોકે રાધનપુર મા દેવી પૂજક આધેડ ઈસમ ની પોતાની પત્ની પાછળ જીવતા સમાધિ લેવાની વાતથી જિલ્લા વહીવટી તંત્ર અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.