વરસાદ દરમિયાન ખેડૂતોને ખેતર માં પાણી ભરાઈ જવાથી થયેલા નુકશાન ને લઇને બોર ની કામગીરી શરૂ કરાઈ..
આશ્રય ફાઉન્ડેશન દ્વારા ખેડૂતો ની રજૂઆત ને ધ્યાને લઈ કામગીરી શરૂ કરાઇ..
પાટણ તા. 22
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા મા 17 વર્ષોથી આશ્રય ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ની અંદર 11 ગામોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓને લઈને યુનિવર્સ સંપો કેનેડા એચએસબી ના સહયોગ થી અત્યારે સાતલપુર તાલુકાના ગામોની અંદર કામ શરૂ કરવામાં આવ્યા છે.
સાંતલપુર તાલુકા કોરડા, જામવાળા, ડાભી, ઉનરોટ, બામરોલી, કોલીવાડા,વર્ણોસરી વગેરે ગામમાં કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
સાતલપુર તાલુકાના ગામો ની અંદર આશ્રય ફાઉન્ડેશન દ્વારા હોલિયા બનાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ખેડૂતોને અત્યારે હાલ વરસાદ દરમિયાન જે નુકસાન થઈ રહ્યું છે, જે પાણી ભરાઈ જવાની સમસ્યાને લીધે અત્યારે હોલીયુ બનાવી રહ્યા હોવાનું ફિલ્ડ ઓફિસરે જણાવ્યું હતું.
મહત્વનું છે કે હોલીયાની અંદર વરસાદી પાણી અંદર ઉતરી જવાથી લોકોને એટલે કે ખેડૂતોની ખેતી અને જમીન નીચેના જે ખારા પાણી ના સ્તર છે તે નીચેથી દબાઈ જવાથી અને વરસાદી પાણી ઉતરવાથી ઉપરના ભાગે જે મીઠું પાણી ભરાવવાથી જમીનનું લેવલ ફળદ્રુપતા માં વધારો થાય છે.ફિલ્ડ ઓફિસર નિલેશભાઈ ના જણાવ્યા અનુસાર કુલ હોલિયા 136 બનાવ્યા હોવાનું જણાવ્યું હતું અને તેની અંદર કુલ 4200 જેટલી બેનિફિકેટ થતું હોવાનું જણાવ્યું હતું.
આ વિસ્તાર ના ખેડૂત વાઘેલા અશોકભાઈએ જણાવ્યું હતું કે આ હોલ્યુ આશ્રય ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે ગ્રામસભા ભરાય હતી ત્યારે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને હોલિયાની બોર ની જરૂર છે તેવી રજૂઆતને ધ્યાને લઈને હોલીયા બનાવી આપવાનું કામ શરૂ કરાયુ છે જે હોલિયાના ફાયદાથી ખેતરની અંદર પાણીનો સંગ્રહ થાય છે ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાય તો હોલિયું બનાવેલ હોય તો હોલિયાની અંદર પાણી રિચાર્જ થઈ જાય છે. અને ભવિષ્યની અંદર ક્યારેય પાણીની કટોકટી સર્જાય તો ભવિષ્યમાં એ રિચાર્જ થયેલ બોરની અંદર પાણીનો ઉપયોગ કરી શકાય જે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થઈ શકે, આ સંસ્થા દ્વારા ફ્રીમાં હોલિયા બનાવવાનું કામકાજ ચાલી રહ્યું હોવાનું કોયડા ગામના ખેડુત વાઘેલા અશોકભાઈ હેમુભાઈ જણાવ્યું હતું.
આશ્રય ફાઉન્ડેશન નાં ટ્રસ્ટીઓ દ્વારા ખેડૂતો નાં પ્રશ્નો ને લઇને કામગીરી શરૂ કરાઇ જેમાં
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નલિન જોહરી પ્રોગ્રામ્ ડિરેક્ટર જેનીશા ધારાણી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ભૂમિકા પટેલ, ફિલ્ડ કોઓર્ડિનેટર નિલેશ નાયી નાં માર્ગદર્શન હેઠળ બોર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.