પરિવારજનોએ લુટ વીથ મડૅર ની આશંકા વ્યક્ત કરી : પોલીસે અકસ્માતના કારણે મોત નું અનુમાન…
પાટણ તા. ૧૧
પાટણ જિલ્લાના સંડેર- મણુદ માર્ગ પર ગઈકાલે મોડી સાંજના સુમારે જોટાણા ગામના ભરતભાઈ રમેશભાઈ રાવળ નામના ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં બાલીસણા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને ધારપુર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી તો બનાવની જાણ મૃતકના પરિવારજનોને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો ફોટા આધારે થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભરતભાઈ રાવળ નું લૂંટ વિથ મર્ડર થયું હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવવાની હકીકત જણાવતા વિસનગર તાલુકાના રાલીસાણા ગામે રહેતા મૃતકના મામા બાબુભાઈ લીલાભાઈ રાવળે જણાવ્યું હતું કે ગઈકાલે તેઓ જોટાણા ખાતે પોતાનું બાઈક લઈને બહેનના ઘરે આવ્યા હતા ત્યારે પોતાના ભાણા ભરતભાઈ કે જેઓ રીક્ષા ચલાવી પોતાના ચાર બાળકો અને પત્ની સહિત પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેઓએ રૂપિયા 50,000 ઉછીના લીધેલા પરત આપવા માટે જવું છે તમારું બાઈક આપો તેમ કહેતા તેઓએ પોતાનું બાઈક પોતાના ભાણા ભરતભાઈને આપ્યુ હતું. અને તેઓ બપોરે 3-00 કલાક ના સુમારે બાઈક લઈ જોટાણા થી નિકળ્યા હતા. ત્યારબાદ રાત્રે 9:00 વાગ્યા ના સુમારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો ફોટામાં તેઓને જાણવા મળ્યું કે પોતાના ભાણા ને સંડેર- મણુદ માર્ગ પર થી મૃત હાલતમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જે હકીકત આધારે તેઓ પોતાના બનેવી એટલે કે મૃતકના પિતા સહિત પરિવારના સભ્યો સાથે ધારપુર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હકીકત જાણતા જાણવા મળ્યું હતું કે ભરતભાઈ ની શંકાસ્પદ હાલતમાં લાશ સંડેર- મણુદ માગૅ પર આવેલા મંદિર નજીક પડી હતી.અને બાઈક ને કોઈ નુકસાન થયું ન હોય ફક્ત બાઈક ના ટાયરની વાલ અને ટયુબ તુટેલ હોવાનું જાણવા મળ્યું હતું તો તેની પાસેનો એન્ડ્રોઇડ મોબાઇલ અને રોકડ રકમ પણ મળી ન હોય જેથી પરિવારજનોએ ધટના સ્થળે રૂબરૂ જઈ તપાસ કરી ભરતભાઈ રાવળ નું કોઈ જાણભેદુ દ્વારા લુટ વિથ મડૅર કર્યુ હોવાની પરિવારજનોએ પોલીસ સમક્ષ આશંકા વ્યકત કરતાં પોલીસે લાશનું પંચનામું કરી પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી બનાવની જીણવટ પૂર્વકની તપાસ હાથ ધરી હોવાનું બાલીસણા ના પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
ભરતભાઈ રાવળ પોતાના મામાનું બાઈક લઈ ₹50,000 કોને અને કઈ જગ્યાએ આપવા નિકળ્યા હતાં તે બાબતે પરિવારજનો પણ અજાણ હોય ત્યારે સંડેર- મણુદ માગૅ પરથી શરીર પર વાગ્યા ના નિશાન સાથે લાશ મળતાં ભરતભાઈ રાવળ નું લૂટ વિથ મડૅર કરવામાં આવ્યા ની પરિવારજનોએ શંકા વ્યકત કરતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બોકસ.
બાલીસણા પોલીસ મથકના પીઆઇ પી.જે.સોલંકી એ ટેલિફોનિક વાત ચિત મા જણાવ્યું હતું કે રણુજ-સંડેર માગૅ વચ્ચે થયેલ યુવકનું મોત એ માત્ર ને માત્ર અકસ્માત નો મામલો છે. યુવકના શરીર ઉપર થયેલી ઇજાઓ અકસ્માતને કારણે થઈ હોઈ શકે છે. યુવક પાસે થી 50000 રૂપિયા રોકડ રકમ કે એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવેલ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. છતાં પરિવારની મડૅર વીથ લૂટ બાબતની આશંકા ને ધ્યાનમાં રાખીને યોગ્ય કાયૅવાહી કરાશે તેવું જણાવ્યું હતું.