fbpx

પાટણના સિધ્ધી સરોવર મા પટ્ટણી યુવાને અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી….

Date:

પાટણ તા. ૧૮
પાટણ શહેર ને પાણી પુરૂ પાડતું સિધ્ધી સરોવર છેલ્લા ધણા સમયથી નાસીપાસ થયેલા લોકો માટે સુસાઈડ પોઈન્ટ બન્યું હોય ગુરૂવારે વધુ એક પટ્ટણી યુવાને સિદધી સરોવર મા મોત લગાવી સિદધી સરોવર ને સુસાઈડ પોઈન્ટ હોવાનું સાથૅક કરી બતાવ્યું હોય ત્યારે પાલિકા સતાધીશો દ્રારા સિદધી સરોવર પર ફુલ ટાઇમ સિકયુરીટી ગાડૅ સાથે સરોવર ફરતે સરક્ષણ દિવાલ ઉભી કરવામાં આવે તેવી લોક માગ પ્રબળ બનવા પામી છે.

પાટણમાં સુસાઈડ પોઈન્ટ તરીકે પંકાયેલા સિદધી સરોવર મા ગુરૂવારે કોઈ યુવાને મોતની છલાંગ લગાવી હોવાની જાણ પાલિકાના ફાયર વિભાગને થતાં ફાયર વિભાગ નાં કમૅચારીઓએ તાત્કાલિક સિધ્ધી સરોવર ખાતે દોડી આવી સરોવર માં મોતની છલાગ લગાવનાર ઈસમ ની શોધખોળ હાથ ધરી હતી.તો બનાવની જાણ પોલીસ ને કરાતાં પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી.

પાલિકાના ફાયર વિભાગ ના કમૅચારીઓએ ભારે જહેમત ઉઠાવી સિદધી સરોવર મા મોતની છલાંગ લગાવનાર યુવાનને સોધી બહાર લાવતા મૃતક યુવાન શહેરના રાધનપુરી વાસ મા રહેતા રવિ પ્રવીણભાઈ પટ્ટણી ની હોવાનું જાણવા મળતાં પોલીસે તેના વાલી વારસો ને જાણ કરતા તેઓ પણ ધટના સ્થળે દોડી આવતાં અને પરિવારના આક્રંદ થી વાતાવરણ ગમગીન બન્યું હતું. પોલીસે લાશનું પંચનામું કરી પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી આગળ ની તજવીજ હાથ ધરી હતી.

પાટણ શહેરના સિદ્ધી સરોવર માં અવાર નવાર બનતા આત્મ હત્યા નાં બનાવોને રોકવા પાલિકાની સામાન્ય સભા મા અનેક વખત આ વિસ્તારના નગરસેવકો દ્રારા સિદ્ધિસરોવર ફરતે ફેનસિગ તાર અથવા દિવાલ બનાવી ફુલ ટાઇમ સિકયુરીટી ગાડૅ ને ફરજ સોંપી સરોવર ની સુરક્ષા વધારવાની માગ કરવામાં આવી હોવા છતાં પાલિકાના સતાધીશો દ્રારા આ બાબતે કોઈ નકકર પગલાં નહિ ભરાતાં સિદધી સરોવર સુસાઈડ પોઈન્ટ બન્યું છે ત્યારે પાલિકાના સતાધીશો દ્રારા તાત્કાલિક ધોરણે સિદધી સરોવર ની સુરક્ષા વધારવામાં આવે તેવી લોક માગ પ્રબળ બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સાંતલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે સજૉતા અકસ્માતો અટકાવવા બંમ્પ બનાવવા માગ ઉઠી..

પાટણ તા. ૨૪પાટણ જિલ્લામાં અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ...

પાટણ નગરના 1279 માં સ્થાપના દિનની ઉજવણીના આયોજન માટે રાજપૂત સમાજની બેઠક મળી…

સ્થાપના દિવસ ની ઉજવણી માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં...

પાટણ જિલ્લામાંથી હજ યાત્રા એ જનારા 715 હજ યાત્રી ઓને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે રસી આપવા માં આવી..

હજ યાત્રીઓને સર્ટિફિકેટ મેળવવા માટે પડતી મુશ્કેલીને લઈને પાટણના...