fbpx

યુનિવર્સિટી ની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક મળી

Date:

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે આજરોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક મળી હતી .જેમાં યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કર્મચારી ઓના પ્રમોશનની કાર્યવાહી ઝડપથી આગળ હાથ ધરવા બાકી રહેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ નું વિતરણ કરવા, ડિગ્રી સર્ટિફિકેટ નું વિતરણ સહિત ના મુદ્દાઓની ચર્ચા કરી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.3

આજરોજ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે સી .પોરીયા ની અધ્યક્ષતામાં યુનિવર્સિટી ની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક મળી હતી .આ બેઠકમાં યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓના પ્રમોશન નો પ્રશ્ન જે અટકાયેલો હતો. તે બાબતે પ્રક્રિયા હાથ ધરી ઝડપ થી પ્રમોશન મળે તે માટે ની કામગીરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

વર્ષ 2020 થી 2023 સુધીમાં જે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવાના બાકી રહી ગયા હતા .તે તમામ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલનું વિતરણ કરવામાં આવશે .વધુમાં અગાઉના વર્ષથી વર્ષ 2024 સુધીમાં જે પણ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ બાકી છે તે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ નું વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પીએચડી ના નવા અભ્યાસક્રમ શરૂ કરવા માટે કમિટીના સૂચનાઓ મુજબ પ્રવેશ પ્રક્રિયા સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે.

આ ઉપરાંત નવા સ્ટેચ્યુટ મુજબ ફેકલ્ટી અને બોર્ડ ઓફ સ્ટડીઝ ની સમય મર્યાદા અઢી વર્ષ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે . આજની બેઠક માં વિવિધ 16 જેટલા મુદ્દાઓની ચર્ચા કરી મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી .આ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય હિરેનભાઈ પટેલ, કિરીટભાઈ પરમાર ,ઇલાબેન , ઇન્ચાર્જ રજીસ્ટાર કમલભાઈ મોઢ વિગેરે ઉપસ્થિત રહ્યા  હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં 85 વષૅ થી ઉપરના 263 અને 69 વિકલાંગ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટ દ્રારા મતદાન કર્યું..

આંગણે પહોંચ્યું પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર.. જિલ્લામાં 85 થી વધુ ઉંમરના...

પાટણ જિલ્લામાં ભક્તિ સભર માહોલમાં ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ..

પાટણ જિલ્લામાં ભક્તિ સભર માહોલમાં ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ.. ~ #369News

પાટણની બધિર કુમાર- કન્યા છાત્રાલય ને વોશિગ મશીન ની ભેટ આપવામાં આવી…

પાટણ તા. ૩૦પાટણ બેંક ઓફ બરોડા ન બ્રાન્ચ તરફથી...