fbpx

ઓરૂમણા શાળા ખાતે વ્યસન મુકતિ કાર્યક્રમ સાથે વકૃત્વ સ્પધૉ યોજાઈ..

Date:

પાટણ તા. ૪
પ્રા.આ.કેન્દ્ર મુજપુર દ્રારા ઓરૂમાણા માધ્યમીક શાળા ખાતે ટોબેકો સેલ પાટણ ના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન – ૨.૦ અંતર્ગત પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર મુજપુર તરફથી વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી માધ્યમીક શાળા ઓરૂમણાા ના ૧૪ બાળકો દ્રારા વ્યસન મુકત ગુજરાત, આપણું ગામ વ્યસન મુકત ગામ, આપણી શાળા વ્યસન મુકત શાળા જેવા વિષય પર વકૃત્વ સ્પર્ધા માં ભાગ લઈ બાળકો દ્રારા વ્યસન થી થતાં નુકશાન, શારીરીક, માનસીક, આર્થિક રીતે માણસ ને પાયમાલ કરે છે તે બાબતે વ્યકતવ્ય રજુ કરેલ. વકૃત્વ સ્પર્ધા માં ભાગ લેનાર બાળકોને પ્રોત્સા હક ઇનામ તેમજ પ્રથમ ત્રણ નંબરે વિજેતા સ્પધૅક ને ઇનામ આપી અભિવાદિત કરવામાં આવેલ હતા.

આ પ્રસંગે પ્રા.આ. કેન્દ્ર મુજપુર ના મેહુલ આર. કતપરા મ.પ.હે.સુ દ્રારા વ્યસનમુકતી માટે બાળકોને શપથ લેવડાવેલ અને આરોગ્ય વિષયક અને તમાકુ થી થતાં નુકસાન બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ. આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રગ્નેશ ભાઇ, રમીલા બેન સુપર વાઈઝર સહિત શાળા પરીવાર, આરોગ્ય કર્મચારી રીધ્ધીબેન, જયંતિભાઇ, ભગીરથી બેન અને બાળકોએ હાજરી આપેલ હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

કુટુંબ નિયોજન અપનાવી આદર્શ દેશની રચનામાં સહભાગી બનીએ :જિ.પં.પ્રમુખ… આપણું...

પાટણ ના હાસાપુર-બોરસણ લીંક રોડ પરની સોસાયટીના લોકો એ પ્રાથમિક સુવિધા મામલે પાલિકા નો ધેરાવો કર્યો..

મહિલાઓ સાથે આવેલા રહીશોએ સૂત્રોચાર કરી પાલિકા પ્રમુખની ચેમ્બરમાં...

પાટણના ખાલકપુરા કુંભારવાસમાં જજૅરીત બનેલ મકાન ધરાસાઈ બનતા અફડાતફડી મચી..

બનાવના પગલે પાલિકા પ્રમુખ સહિત વિસ્તારના કોર્પોરેટરો ધટના સ્થળે...

પાલિકા માં લાંબા સમયથી બંધ પડેલા જાહેર વોટર કુલરને રિપેરીંગ કરી ચાલુ કરાયું…

પાટણ તા.૨પાટણ પાલિકા કેમ્પસમાં રોજે રોજ પોતાની વિવિધ પ્રકારની...