પાટણ શહેર ભાજપ ની કારોબારી બેઠક ખોડીયાર માતાના સાનિધ્યમાં યોજાઈ..
પ્રદેશના પૂર્વ મહામંત્રી કે. સી.પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું.
પાટણ તા. 24
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા કાર્યકર્તા બેઠકોના દોર આરંભી દેવામાં આવ્યા છે. અને કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.ત્યારે લોકસભા ની ચુંટણીને અનુલક્ષીને મંગળવારે સાજે પાટણ શહેર ભાજપની કારોબારી બેઠક શહેર ના ખોડીયાર માતાના મંદિર પરિસર ખાતે યોજવામાં આવી હતી.
પાટણ શહેર ભાજપની યોજાયેલી આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી કે સી પટેલ,પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પૂર્વ પ્રમુખ મનોજ પટેલ, શહેર મહામંત્રી ગૌરવ મોદી, ધર્મેન્દ્રભાઈ પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શહેર ભાજપની યોજાયેલી આ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલા પ્રદેશના પૂર્વ મહામંત્રી કે સી પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરે કેન્દ્ર ની ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ વાળી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા “વિશેષ અભિયાન” અંતર્ગત આગામી સમયમાં યોજાનાર તા. 30 મે થી તા. 30 જૂન સુધીના કાર્યક્રમો ની વિસ્તૃત માહિતી આપી આગામી પાટણ લોકસભા ની બેઠક 5 લાખ મતોથી વિજય બનાવવા માટે આહવાન કરી કાર્યકરો, આગેવાનો ને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.