જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા સાથે ભવ્ય લોક ડાયરા નું પણ સુંદર આયોજન કરાયું..
પાટણ તા. ૬
પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા શ્રી જલારામ બાપા ના મંદિર પરિસરના રજત જયંતિ વર્ષની ઉજવણી સાથે શ્રી જલારામ બાપાના 225 માં જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્મા શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા બે દિવસીય ધાર્મિક ઉત્સવોની ભક્તિ સભર માહોલમાં આગામી તા. 7 અને તા. 8 નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણે જણાવ્યું હતું.
પાટણના જલારામ મંદિરના રજત જયંતિ મહોત્સવ ની સાથે શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતી મહોત્સવ ની ઉજવણી ના પ્રથમ દિવસે ગણેશ પૂજન સાથે પૂજ્ય જલારામ બાપાનું પૂજન અને અર્ચન, રામ ધુન, ભજન સંધ્યા, સંત પ્રવચન, સન્માન કાર્યક્રમ યોજાશે.
જ્યારે ઉત્સવના બીજા દિવસે પૂજ્ય જલારામ બાપા નો શણગાર, સિધ્ધપુર સંઘ નું સ્વાગત, આરતી, તુલસી પૂજન, યજ્ઞ પ્રારંભ, પૂજ્ય બાપાનો અભિષેક,બ્લડ ડોનેશન કેમ્પ, વીરબાઈ માં નું પૂજન અર્ચન, ભોજલરામ બાપા નું પૂજન અર્ચન, જોળી ધોકા નું પૂજન, પૂજ્ય બાપાની પાદુકા પૂજન, વિવિધ દેવી-દેવતા ઓની અલંકાર અર્પણ વિધિ, ધ્વજા આરોહણ, બાપાના જન્મોત્સવનું પારણું, પૂજ્ય જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા,સમૂહ આરતી સાથે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવા માં આવ્યું હોવાનું મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણે જણાવ્યું હતું.
પાટણના જલારામ મંદિર પરિસર ખાતે મંદિરના રજત જયંતિ મહોત્સવ ની સાથે શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતી પર્વની ઉજવણીને યાદગાર બનાવવા શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ પરિવાર સહિત સમગ્ર જલારામ ભક્તો દ્વારા તમામ ધાર્મિક ઉત્સવોની તૈયારીઓ પરિપૂર્ણ કરવા માં આવી હોવાનું પણ ટ્રસ્ટીગણે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી