પાટણ તા. 24 પાટણ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચડા કરતા અનેક ડિગ્રી વગરના ડોક્ટરો નો રાફડો ફુટી નીકળ્યો છે. ત્યારે અવાર નવાર આવા ડિગ્રી વગરના ડોક્ટરો સામે તપાસ હાથ ધરી તેઓની સામે પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે ગતરોજ પાટણ તાલુકાના ડેર ગામમાં ઠાકોર લાલાજી અમરાજી રહે. ઉગમણોવાસ ખળી તા. સિધ્ધપુર જી.પાટણ વાળા દ્રારા ડેર ગ્રામ પંચાયત ઓફીસ નજીકની દુકાનમા કોઇપણ જાતના મેડિકલ ડીગ્રી કે સર્ટીફિકેટ વગર ડો.તરીકેનુ રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવાઓ આપી બિમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ ક્રુત્ય કરી તેમના ગે.કા મેડિકલ પેક્ટીસ કરી દવા તથા સાધનો દ્વારા આમ બીમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહી હોવા છતા તપાસી છેતરપીંડી કરી જુદી-જુદી બ્રાન્ડની દવાઓ તથા સીરપ તથા સીરપની બોટલો નથા સ્ટેથોસ્કોપ તથા બી.પી માપવાનું સાધન સહિતના મુદામાલ સાથે ઝડપાતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી