fbpx

VIDEO – અમદાવાદ એરપોર્ટના ટોઈલેટના ફ્લશ ટેન્કમાં જાણો કેવી રીતે લાખોનું સોનું છુપાવીને રખાયું હતું, વીડિયો આવ્યો સામે

Date:

અરપોર્ટ પરથી ટોયલેટના ફ્લશ ટેન્કમાં છુપાવેલા સોનાના બ્રેસલેટ પ્લાસ્ટિકની થેલીમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. જુઓ સમગ્ર વીડિયો

અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે કેટલીક વાર તેમાં સોનું પણ પકડાતું હોય છે. ત્યારે અરપોર્ટ પરથી ટોયલેટના ફ્લશ ટેન્કમાં છુપાવેલું રુ. 45 લાખનું સોનું ઝડપાયું છે. 400 ગ્રામના બે બ્રેસલેટ પ્લાસ્ટિકની થેલીમાં છુપાવીને ફ્લશમાં રાખવામાં આવ્યા હતા.

એરપોર્ટ પર અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. ત્યારે આ પ્રકારે સોનું છુપાવીને રાખવામાં આવતા તેની તપાસ પણ આ દિશામાં હાથ ધરવામાં આવશે. સોનું પકડવાની ઘટનાઓ અગાઉ પણ બની છે પરંતુ આ પ્રકારે સોનું કોને છુપાવ્યું તેને લઈને પણ અનેક સવાલો છે. જો કે, અબુધાબીની ફ્લાઇટમાંથી આવેલા એક મુસાફરે સોનું છુપાવ્યું હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે.

આ રીતે શંકા જતા સોનું હાથ લાગ્યું

શૌચાલયની ફ્લશ ટાંકી ખુલ્લી હતી, તેની તપાસ કરતાં પ્લાસ્ટિકની બે થેલીઓ બહાર કાઢવામાં આવી હતી. જેમાં સોનાના બે બ્રેસલેટ ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને બ્રેસલેટનું વજન 400 ગ્રામ હતું. જો કે, એરપોર્ટ તરફના સૂત્રોનું માનવું છે કે, ટોઇલેટનું ચેકિંગ થાય તેની પહેલા એક અબુ ધાબીની ફ્લાઈટ આવી હતી અને આ ફ્લાઇટનો કોઈ મુસાફર કોઈ આવીને સોનું અહીંથી મુકીને જતો રહ્યો હશે તેવી આશંકા પણ છે. 

હાઉસકિંપિંગ સ્ટાફને મળ્યું સોનું

 હાઉસકીપિંગના એક્ઝિક્યુટીવને એરપોર્ટ પરથી 45 લાખની કિંમતનું આ સોનું મળ્યું હતું જેનું વજન કરતા 800 ગ્રામ સોનું થાય છે. હાઉસકિંપિંગ દ્વારા કસ્ટમને સોનું સોંપ્યું છે. એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ તેમને સન્માન પ્રમાણપત્ર પણ આપ્યું હતું.  સુપરવાઈઝર ઈન્ટરનેશનલ ટર્મિનલ-2 પર પહોંચ્યા ત્યારે સ્ટાફ દ્વારા ટોઈલેટની સફાઈ યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ તે તપાસી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ફ્લશ ખુલ્લુ રહેતા તપાસ કરતા શંકા જતા તેમાંથી સોનું મળી આવ્યું હતું

Share post:

Subscribe

Popular

More like this
Related

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર, જાણો શું આવ્યું પરીણામ, કયા જિલ્લાના વિદ્યાર્થી ઓએ મારી બાજી

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર, જાણો શું આવ્યું પરીણામ, કયા જિલ્લાના વિદ્યાર્થી ઓએ મારી બાજી ~ #369News

પાટણના સિદ્ધપુર ચાર રસ્તા નજીક ઓવરબ્રિજ બનાવ્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા જૈસે થૈ..

પાટણના સિદ્ધપુર ચાર રસ્તા નજીક ઓવરબ્રિજ બનાવ્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા જૈસે થૈ.. ~ #369News

ABPSS નાં રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા ની નેશનલ હ્યુમીનીટી પ્રાઈડ એવોર્ડ 2023 માટે પસંદગી કરાતા પાટણ જિલ્લા ટીમે શુભેચ્છાઓ પાઠવી..

ABPSS નાં રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા ની નેશનલ હ્યુમીનીટી પ્રાઈડ એવોર્ડ 2023 માટે પસંદગી કરાતા પાટણ જિલ્લા ટીમે શુભેચ્છાઓ પાઠવી.. ~ #369News

કચ્છમાં ધરતી ધ્રૂજી, સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો, લોકોમાં દોડધામ

મળતી માહિતી મુજબ, ભૂકંપની સાથે જ વિસ્ફોટનો અવાજ પણ...