fbpx

નાસતા ફરતા આરોપીઓને પકડાવનાર તેમજ તેના વિશે માહીતી આપનારને હવે રોકડમાં ઇનામ અપાશે…

Date:

જિલ્લામાં નાસતા ફરતા ટોપ ટેન આરોપીને પકડાવનારા વ્યક્તિ ને રૂ.૧૦ હજાર નું પુરસ્કાર અપાશે..

પાટણ તા.૨
હવે નાસતા ફરતા આરોપીઓને પકડવામાં તેમજ આવા આરોપીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિ ને પોલીસ વિભાગ દ્વારા રોકડ પુરસ્કાર આપવાની સાથે સાથે બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવાનો નિર્ણય કરવામાં આવશે તેવો પરિપત્ર દરેક પોલીસ મથકને કરવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર નાઓના પત્ર ક્રમાંક-સી.આઇ.સેલ અને પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ નાઓના દ્વારા ઉપરોક્ત વિષય અને સંદર્ભ ગુજરાત સરકાર ગૃહ વિભાગના ઠરાવ અન્વયે ગુનેગારોને પકડવા તેમજ ગુનેગારોને પકડવામાં પોલીસ સત્તાવાડાઓને મદદ કરવાની ભુમીકાના ભાગરૂપે ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને પકડવામાં મદદરૂપ થનાર ખાનગી વ્યક્તીઓ બાતમીદારોને ઇનામ આપવાની જોગવાઇઓને ધ્યાને લઇ જરૂરી શરતોને આધીન આગોતરા ઇનામ જાહેર કરવા અર્થે સુચન કરેલ છે જે અન્વયે જીલ્લાના ટોપ-૧૦ નાસતા ફરતા આરોપીઓ નક્કી કરેલ સદરહું આરોપીઓને પકડવા સારૂ આગોતરા ઇનામ જાહેર કરવા સુચના કરવામાં આવેલ છે.

ગુજરાત સરકાર ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક- મહક/૧૦૯૮પર૮(૧)વ તા-૧૭/૦૮/૨૦૨૨ અનુસંધાને પોલીસ અધિક્ષકને મળેલ સત્તાની રૂએ પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જીલ્લાના આ સાથે યાદીમાં જણાવેલ ટોપ-૧૦ નાસતા ફરતા આરોપીઓની ચોક્કસ માહીતી આપનારને અથવા તો આરોપી પકડવામાં મદદરૂપ થનારનું નામ ગુપ્ત રાખવાની શરતોને ધ્યાને લઇ પ્રોત્સાહન રૂપે ઠરાવમાં જણાવેલ શરતોને આધીન રોકડા રૂ-૧૦,૦૦૦/- (અંકે રૂપીયા દસ હજાર પુરા) નું ઇનામ આપવાની જાહેરાત કરી નાસતા ફરતા આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આ નાસતા ફરતા આરોપીઓને પકડવામાં મદદરૂપ થનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો..

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો.. ~ #369News

અકસ્માતમાં મૃત્યુ પામેલા બોરતવાડા ના યુવાનની બોડી ના મહત્વના અંગો નું પરિવારજનો દ્વારા અંગદાન કરાયું…

અકસ્માતમાં મૃત્યુ પામેલા બોરતવાડા ના યુવાનની બોડી ના મહત્વના અંગો નું પરિવારજનો દ્વારા અંગદાન કરાયું… ~ #369News

ઉનાળાની શરૂઆત પૂર્વેજ કાકોશીમાં પીવાના પાણી ની મોકાણ સજૉઈ…

બોર ઓપરેટર ને વહીવટદાર છાવરતા હોવાના આક્ષેપ કરતાં ગ્રામજનો… પાણી...