fbpx

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ..

Date:

કુદરતી આપતી ના સમયે આ ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ આશિર્વાદ રૂપ બની રહેશે : ફાયર સ્ટેશન અધિકારી…

પાટણ તા. 14
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાનો વિકાસ અને વિસ્તાર દિન પ્રતિદિન વિસ્તરી રહયો છે.ત્યારે જિલ્લામાં અવાર નવાર વિવિધ કુદરતી આપતી જેવી વાવાઝોડાઓ,પુર હોનારતો, આગ ની ધટનાઓ, મકાનો ધરાશાયી ની ધટનાઓ પણ બનતી હોય છે ત્યારે આવી આકસ્મિક ધટનાઓમા સમય સર રાહત અને બચાવની કામગીરી સરળ બની રહે તેવા ઉદેશ થી પાટણ નગર પાલિકા ના ફાયર વિભાગ શાખા ને શનિવારે ગુજરાત સરકાર ની અગ્નિ નિવારણ સેવાઓ પૈકી ઈમરજન્સી રેસ્કયુ વ્હીકલ ની ભેટ ધરવામાં આવી છે.

અંદાજીત રૂ. 1.50 કરોડની કિંમતની અત્યાધુનિક ટેકનોલોજી અને સાધન સામગ્રી સાથે ની રેસ્કયુ વ્હીકલ શનિવારે મોડી રાત્રે પાલિકાના વાહન શાખા ખાતે આવી પહોંચતા તેનું શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે પાટણ જિલ્લા ફાયર સ્ટેશન અધિકારી સ્નેહલભાઈ મોદી સહિત વાહન શાખા સ્ટાફ પરિવાર દ્રારા પૂજન કરવામાં આવ્યું હતું.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કુદરતી આપતી સમયે પહોંચી વળવા રાજય સરકાર ની અગ્નિ નિવારણ સેવાઓ સાથે ની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પાટણ નગર પાલિકાને ભેટ મળતા આ ઈમરજન્સી રેસ્કયુ વ્હીકલ ની આધુનિક ટેકનોલોજી અને અધતન સાધન સામગ્રી બાબતે માહિતગાર કરતા પાટણ જિલ્લા ફાયર સ્ટેશન અધિકારી સ્નેહલભાઈ મોદીએ જણાવ્યું હતું કે પાટણ પાટણ શહેર સહિત જિલ્લામાં કુદરતી આફતો જેવી કે પૂર,વાવાઝોડાના સમયે અત્યંત ઉપયોગી ગમે તે પ્રકારની ડિઝાસ્ટરની સ્થિતિમાં આ ફાયર રેસ્ક્યૂ ટેન્ડર વ્હિકલ નો ઉયપોગ થઈ શકે છે. આ વ્હિકલમાં કોમ્બી ટૂલ્સ, લોખંડ કાપી શકતા કટર, હાઈડ્રોલિક જેક, બીએ સેટ, વોટર લાઈન જેવાં જુદાં-જુદાં સાધનો ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્રારા આશરે દોઢ કરોડનું એક એવા વોટર બાઉઝર (12KL) અને ઈમરજન્સી રેસ્ક્યૂ વ્હિકલ ખરીદી આ ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ગુજરાતની જિલ્લા મથકની જુદી જુદી નગર પાલિકા ઓને ભેટ ધરવામાં આવી છે જેમાં મહેસાણા, પાટણ, ધોળકા, હિંમતનગર,નડિયાદઆણંદ,ગોધરા,કરજણ, મોડાસા અને બોટાદ નગરપાલિકા માં શનિવારે આ ઈમર જન્સી રેસ્ક્યુ વ્હિકલ સોંપવા માં આવી હોવા નું તેઓ એ જણાવ્યું હતું.

વધુ મા તેઓએ જણાવ્યું હતું કે આ ઈમર જન્સી રેસ્ક્યુ વ્હિકલ ની આધુનિક ટેકનો લોજી અને આધુનિક સાધન સામગ્રી દ્રારા આગ, પૂર, વાવાઝોડા સહિત અન્ય કુદરતી આપતી ના સમયમાં અત્યંત ઉપયોગીગમે તે પ્રકારની ડિઝાસ્ટરની સ્થિતિમાં ફાયર રેસ્ક્યૂ ટેન્ડર વ્હિકલનો ઉયપોગ થઈ શકશે.આ ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની સિસ્ટમ જાણવા અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે માગૅદશૅન માટે ટુક સમયમાં સરકાર દ્રારા ટ્રેનિંગ નું આયોજન કરાનાર હોવાનું પણ ફાયર સ્ટેશન અધિકારી સ્નેહલભાઈ મોદી એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકા દ્વારા વોડૅ નં.૮ ના નિલમ સિનેમા વિસ્તારના માગૅ નું પેચવર્ક કરવાની માગ ઉઠી..

ઉબડ-ખાબડ બનેલ માગૅ પર અગાઉ અકસ્માતમાં મુસ્લિમ અગ્રણીએ જીવ...

સિદ્ધપુરના કાકોશી ગામના તળાવમાં કોઈ કારણોસર અસંખ્ય માછલીઓ અને માછલાઓ મોતને ભેટયા..

મૃત માછલી અને માછલાઓની દુર્ગંધ ને લઇ ગ્રામજનોમાં રોગચાળો...