fbpx

પાટણ શહેરમાં જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 નાં અંત સુધીમાં કુલ જન્મ દર 10123 બાળકો જન્મ્યા..

Date:

પાટણ શહેરમાં જન્મ દરની સામે હોસ્પિટલમાં જન્મ દરમિયાન તુરંત મૃત્યુ પામેલા 231 સાથે કુલ મૃત્યુદર 1360 નોંધાયો..

ગતવર્ષ કરતાં ચાલું વર્ષે જન્મ દર માં વધારો નોંધાયો તો મૃત્યુ દરમાં ધટાડો નોંધાયો..

2022 માં જન્મ-મરણ નોંધણી પ્રમાણપત્ર ફી પેટે પાલિકા ને રૂ. 75,345 આવક થઈ..

પાટણ તા.2
પાટણ શહેરની ધરતી પર વિતેલા 2022નાં વર્ષમાં જાન્યુઆરી થી ડિસેમ્બર ના અંત સુધીમાં કુલ 10123 બાળકો જન્મયા હતા.તો કુલ 1360 લોકોએ આ દુનિયા માંથી વિદાય લીધી છે જેમાં 1 વર્ષ થી અંદરનાં 25 તથા 1થી 5 વર્ષ સુધીનાં 8 બાળકોએ જન્મ લીધા બાદ દુનિયા જુએ એ પહેલાં જ વિદાય લીધી હોવાની સાથે હોસ્પિટલમાં કુલ 231 બાળકો ધરતી પર અવતરે તે પૂર્વે જ મૃત્યુ પામેલા જન્મ્યા હોવાનું પાટણ નગરપાલિકાના જન્મ મરણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ શહેરમાં આવેલી સરકારી અને ખાનગી મેટરનીટી હોસ્પિટલો તથા ઘરોમાં થતી પ્રસૂતિઓનો આંકડો આશ્ચર્યજનક રીતે વર્ષોથી થોડા ઘણાં આંકડાનાં અંતરથી જળવાયેલો રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી વર્ષ દરમિયાન જન્મ દર 8 થી 10 હજારની સંખ્યામાં જોવા મળી રહ્યો છે.ત્યારે વર્ષ 2022માં જન્મનો દર આંશિક રીતે થોડો વધારે જોવા મળ્યો છે જેમાં 2022 નાં વર્ષમાં 10123 બાળકોનાં જન્મ થયા છે પાટણ શહેર અને આસપાસનાં ગામોની પ્રસૂતાઓને મોટા ભાગે પાટણની મેટરનીટી હોમમાં જ પ્રસૂતિ કરાવવામાં આવી રહી છે. જેનો જન્મનો આંકડો નિયત સમયે હોસ્પિટલોએ પાટણ નગરપાલિકાને આપવાનો અને જન્મ-મરણની નોંધણી ફરજિયાત કરવામાં આવેલી છે પાટણ શહેરની હોસ્પિટલો
માં વિતેલા 2022 નાં અંત સુધીમાં કુલ 10123 બાળકોએ ધરતી પર મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો. 2022 માં સૌથી વધુ બાળકો ઓગસ્ટ મહિનામાં 1003 જન્મ્યા હતા. જ્યારે સૌથી ઓછા બાળકો મેં 2022 માં 671 જન્મ્યા હતા. 2022 માં કુલ 1360 લોકોનાં મૃત્યુ થયા હતા. જેમાં 549 સ્ત્રી અને 811 પુરુષોનાં મૃત્યુ થયા હતાં.

પાટણ નગરપાલિકામાં વર્ષ 2022માં જન્મ-મરણનાં પ્રમાણપત્ર મેળવવા માટે રૂ. 75345 ની ફી વસુલાઈ હોવાનું જન્મ મરણ નોંધણી અધીકારી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકાની જન્મ-મરણ શાખા મા વર્ષ 2022 દરમિયાન નોધાયેલ જન્મ દરના મહિના વાઈઝ આંકડા.

જાન્યુઆરી- સ્ત્રી 349 પુરુષ 401
ફેબ્રુઆરી- સ્ત્રી 348 પુરૂષ 418
માર્ચ- સ્ત્રી 330 પુરૂષ 357

એપ્રિલ- સ્ત્રી 342 પુરૂષ 333
મેં- સ્ત્રી 300 પુરૂષ 371
જુન- સ્ત્રી 374 પુરૂષ 349

જુલાઈ- સ્ત્રી 389 પુરૂષ 448
ઓગસ્ટ- સ્ત્રી 496 પુરૂષ 507
સપ્ટેમ્બર- સ્ત્રી 496 પુરૂષ 504

ઓક્ટોબર- સ્ત્રી 472 પુરૂષ 501
નવેમ્બર- સ્ત્રી 445 પુરૂષ 545
ડિસેમ્બર- સ્ત્રી 472 પુરૂષ 476

કુલ સ્ત્રી જન્મદર 4813 અંને પુરૂષ જન્મદર 5310 નોંધાયો હોવાનું જન્મ મરણ શાખા અધીકારી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ પાઘડી હોટેલ માં ફાયરીંગ કરી નાસી જનાર ત્રણેય ઈસમોને ગણતરીના કલાકમાં પકડી પાડતી હારીજ પોલીસ..

હારીજ પાઘડી હોટેલ માં ફાયરીંગ કરી નાસી જનાર ત્રણેય ઈસમોને ગણતરીના કલાકમાં પકડી પાડતી હારીજ પોલીસ.. ~ #369News

પાટણ તાલુકા પંચાયત પ્રમુખ ઉપ-પ્રમુખ ની ચુંટણી મા ભાજપ નો ભગવો લહેરાયો..

પ્રમુખ પદે લલીબેન રબારી અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકોર...

વડાપ્રધાન ના આત્મ નિભૅર ભારત ના સંકલ્પ ને સૌ સાથે મળીને ચરિતાર્થ કરીએ : મુખ્યમંત્રી..

જુનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાનો "યુવા સંવાદ"...