22 જિલ્લા માંથી 150 થી વધુ ભાઈઓ-બહેનો કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો.
પાટણ તા. 3
ગુજરાત રાજય અંડર 23 ભાઈઓ-બહેનો ની બે દિવસીય કુસ્તી સ્પર્ધાનું આયોજન ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન અને પાટણ જિલ્લા કુસ્તી એસોસિએશન દ્વારા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત રાજ્ય ના 22 જિલ્લા માંથી 150 જેટલા કુસ્તી બાજોએ ભાગ લીધો હતો.
પાટણ ખાતે સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન અને પાટણ જિલ્લા કુસ્તી એસોસિ એશન દ્રારા પાટણ જિલ્લામાં પ્રથમવાર ગુજરાત રાજય અંડર 23 ભાઈઓ-બહેનોની બે દિવસીય કુસ્તી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 22 જિલ્લા માંથી 150 થી વધુ ભાઈઓ બહેનો કુસ્તી સ્પર્ધા માં ભાગ લીધો છે. જેમાં પ્રથમ દિવસે અંડર 23 ભાઈઓ બહેનો ની ફી સ્ટાઇલ અને ગ્રીકોરોમાન સ્ટાઇલ માં કુસ્તી રમાઈ હતી.તો ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન ના સેક્રેટરી બનવા બદલ ગૌરાંગભાઈ રામી નું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કુસ્તી કાર્યક્રમ ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રેસલીગ ફેડરેશન ગુજરાત ના પ્રમુખ તેમજ WFI ના સિનિયર વાઇસ પ્રમુખ આઈ ડી નાણાવટી,ભૂતપૂર્વ સિનિયર કોચ અને સ્પર્ધા ના ટેક્નિકલ ડાયરેક્ટર અંસારી,
યુનિવર્સિટી ના કાર્યકારી રજીસ્ટાર ડો. ચિરાગ પટેલ,જિલ્લા રમત ગમત અધિકારી નરેશ ચૌધરી,સરદાર પટેલ રમત ગમત કોચ કિરણ પટેલ,મનીષ મકવાણા,ચીફ ઓફિસર સંદીપ પટેલ, કોપોરેટર મનોજ પટેલ,LCB પી આઈ આર કે અમીન, એસ ઓ જી પી આઈ ઉનાગર, એ ડિવિઝન પી આઈ એ એન પરમાર,ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન સેક્રેટરી ગૌરાંગ રામી,પાટણ જિલ્લા કુસ્તી એસોસિએશન પ્રમુખ પ્રણવ રામી સહિત કુસ્તીબાજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.