પાટણ જિલ્લા ના 60 થી વધુ કર્મચારીઓ આ આંદોલન માં જોડાશે.
પાટણ તા.14
જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા સરકારની વીજ કંપની જેટકોની સામે આગામી દિવસોમાં આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી છે.આંદોલન બાબતે સંગઠનનુ કહેવુ છે કે,6 કિસ્સામાં ખોટી રીતે અપાયેલા પ્રમોશનના ઓર્ડર હજી સુધી જેટકોના મેનેજમેન્ટે રદ કર્યા નથી.ઉપરાંત ધારા ધોરણ પ્રમાણે નવા સ્ટાફની ભરતી કરવાની તેમજ નવા યુનિટને મંજૂરી આપવાની ,કર્મચારીઓના હોટલાઈન્સ એલાઉન્સને મંજૂરી આપવા જેવી બીજી પણ માંગણીઓ છે.સંગઠનનુ કહેવુ છે કે,આ પહેલા રજૂઆત થયા પછી પણમાંગણીઓ સંતોષવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે જીબીયા દ્વારા આંદોલન શરુ કરાશે.
જેમાં જેટકોના એન્જિનિયરો વર્ક ટુ રુલ.કામનો બહિષ્કાર, માસ સીએલ થકી વિરોધ નોંધાવશે.આ આંદોલનને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સંગઠને પણ ટેકો આપ્યો છેરાજ્યના 6000 એન્જિનિયરો આ આંદોલનમાં જોડાશે.જેમાં અન્ય સરકારી વીજ કંપનીઓના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.જીબીયાના ઝોનલ સેક્રેટરી એન કે પટેલ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના 60 થી 70 કર્મચારીઓ આ આંદોલન માં જોડાશે તેવું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી