કાર્યક્રમમાં રાજલ બારોટ સહિતના કલાકારો એ સ્વ.મણીરાજ બારોટના કંઠે ગવાયેલા ગીતોની ધૂમ મચાવી..
પાટણ તા.3
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ થી વાઈટ ફેધર ઇવેન્ટ ની પ્રસ્તુતિ સ્મરણાંજલિ કાર્યક્રમ મણીયારો મણીરાજ મારા મલકનો શહેરના વિપુલ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ મણીરાજ બારોટની સુપુત્રી રાજલ બારોટ,રસિક બારોટ,ઉમેશ બારોટ સહિતના કલાકારો એ સ્વ.મણીરાજ બારોટના કંઠે ગવાયેલા ગીતોની ધૂમ મચાવી ઉપસ્થિત સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમમાં સંગીતકાર મેહુલ બારોટે પોતાના કલાવૃદ સાથે સ્વ મણીરાજ બારોટના ગીતો ના સુમધુર સુરો રેલાવ્યા હતા.
સ્વર્ગસ્થ મણીરાજ બારોટના સ્મરણાંજલિ નાં આ કાર્યક્રમ ઉપસ્થિત રહેલા સ્વ મણીરાજ બારોટના દિકરી રાજલ બારોટે પોતાના પિતા ની જૂની યાદો તાજા કરી હતી.
સ્વ.મણીરાજ બારોટ વિશેની જાણીતી ન જાણીતી વાતો લોકો સમક્ષ રજૂ કરી લોકોને માહિતગાર કરી પોતાનાં પિતાની યાદમાં આયોજિત કરાયેલા કાર્યક્રમ બદલ મહાદેવ પ્રોડક્શનના રાજકુમાર જાની સહિત કાર્યક્રમ ને સફળ બનાવનાર ડાયરેકટર રફિકભાઈ પઠાણ મિલન ભાટીયા શૈલેષ ગોસ્વામી નો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સ્વ મણીરાજ બારોટના પરિવાર દ્વારા આયોજકો તથા મહેમાનો અને કલાકારોને શિલ્ડ આપી સન્માનિત કરીને ફરીથી પાટણમાં આવા સરસ આયોજન સાથે પોતાના પિતા ની યાદમાં કાર્યક્રમો થાય એવી આશા વ્યક્ત કરી હતી.
સ્વ મણીરાજ બારોટના સ્મરણાંજલિ કાર્યક્રમ ને પાટણના કલા રસીકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોડી રાત સુધી માણી કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો.
રાજલ બારોટે પાટણ ની જનતા નો દિલ થી આભાર માન્યો હતો