માગૅ અકસ્માત દરમ્યાન મૃતપાય હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ દર્દી સ્વસ્થ બનતા પરિવારજનોની આખો હર્ષથી ભીની થઈ..
પાટણ તા. ૨૩
ઐતિહાસિક નગરી પાટણ મેડિકલ નગરી તરીકે પણ ખ્યાતિ મેળવી છે ત્યારે આ મેડિકલ નગરીમાં રેલવે ના પ્રથમ ગરનાળા નજીક આવેલી મલ્ટિ સ્પેશ્યાલીટી સંજીવની હોસ્પિટલમાં દર્દીઓને નામાંકિત ડૉકટરો દ્વારા માનવતાના ધોરણે દર્દીઓની સારવાર કરી નવજીવન બક્ષવામાં આવે છે. પાટણની સંજીવની મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલના ડૉ.નિસર્ગ પટેલ દ્વારા એક મહિનાની સઘન સારવાર આપી મૃતપ્રાય અવસ્થા માં આવેલા દર્દીની સારવાર કરી તેઓને ફરીથી હરતા ફરતા કરી નવજીવન બક્ષતા દર્દીના પરિવાર સહિત દર્દીએ ડૉકટરનો આભાર વ્યકત કર્યો હતો.
સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા ગણેશપુરા ગામના ચેતનાબેન દેસાઈને ૧૮ જેટલા હેમરેજ, પાંસળી તૂટવાના કારણે ફેફસામાં કાણુ, પગના થાપામાં અને ખભાના ભાગે ફેકચર સહિતની ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં તા.૧૭ જુન ના રોજ પરિવારજનો સુરતથી વતન ગણેશપુરા આવવા નિકળ્યો હતો
તે દરમ્યાન રાત્રીના આશરે બે વાગ્યાના સુમારે ગાડી ઝાડ સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો તો આ અકસ્માતમાં ચેતનાબેન રાજુભાઈ દેસાઇને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે શહેરની સંજીવની મલ્પિસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં લવાતાં ફરજ પરના ડૉ.નિસર્ગ પટેલે ચેતનાબેનની તપાસ કરી તેઓને આઈસીયુમાં રાખી તેઓની સઘન સારવાર શરૂ કરી હતી
અને ડો. નિસગૅ સહિત સંજીવની હોસ્પિટલના સ્ટાફ પરિવારની માનવતા સભર મહેનત રંગ લાવતા આજે ચેતનાબેન જાતે હરી-ફરી તેમજ જમવાનું પણ શરૂ કરતાં ચેતનાબેન સહિત તેઓના પરિવાર જનો એ સંજીવની હોસ્પિટલના તબીબ સહિત તેમના સ્ટાફ નો હ્રદય થી આભાર વ્યક્ત કર્યો હતો તો સંજીવની હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ બનેલા ચેતનાબેન ને હોસ્પિટલમાં માથી રજા આપવામાં આવતાં પરિવારજનો ની આખો હષૅ ભીની થઈ હતી.
અહેવાલ યશપાલ સ્વામી