પાટણની કે.કે.ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે વર્ચ્યુઅલ રિયાલિટી શો ની જાણકારી આપતો કાર્યક્રમ યોજાયો..
પાટણ તા.૧૦
પાટણની સરકારી શ્રીમતી કે કે ગર્લ્સ હાઇસ્કૂલમાં ખાતે સ્થિત ફોટોન વી.આર.વર્ચ્યુયલરિયાલિટી ઈન એજ્યુકેશ કંપની દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે એક વર્ચ્યુયલ રિયાલિટી શો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વી.આર. ડિવાઇસ દ્વારા વિજ્ઞાનને લગતી અમુક બાબતો તથા વિદ્યાર્થીઓને શિક્ષણમાં જ્ઞાન સાથે ગમ્મત પણ મળી રહે તે હેતુથી પાટણ સ્થિત ફોટોન વી.આર.કંપની દ્વારા આ કાર્યક્રમનું આયોજન શાળા માં કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ માં ધો ૯ થી ૧૨ સુધીના બાળકોએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ પોતાના શિક્ષણકાર્ય માં જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવા આ કાર્યક્રમને નિહાળીને
ખુબજ ઉત્સાહિ તથા રોમાંચિત થઇ ગયા હતા. પાટણ સ્થિત ફોટોન વી.આર વર્ચ્યુઅલ રિયાલિટી ઈન એજ્યુકેશન કંપની આ પ્રકાર ના કાર્યક્રમ ફક્ત ગુજરાત ની શાળાઓમાં જ નહિ પરંતુ
અન્ય રાજ્યોમાં પણ યોજવામાં આવે છે.
ફોટોન વી. આર. એ ગુજરાત ની એક નામાંકિત કંપની છે જેણે શિક્ષણ માં વર્ચ્યુયલ રિયાલિટી દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અનુસાર વિજ્ઞાન ના દરેક પ્રકરણ ઊંડાણ પૂર્વક વિદ્યાર્થીઓ સહેલાઇથી સમજી શકે એ રીતે વર્ચ્યુયલ રિયાલિટી દ્વારા સમજાવે છે.
આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય ડૉ.દિનેશભાઈ પ્રજાપતિ તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતાં. અને સર્વેએ ફોટોન વી. આર. કંપનો દ્વારા આ આયોજિત આ કાર્યક્રમમાં વર્ચ્યુયલ રિયાલિટીનો અનુભવ મેળવ્યો હતો. સર્વે ના મંતવ્ય અનુસાર વર્ચ્યુયલ રિયાલિટીએ શિક્ષણકાર્યમાં ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે.વર્ચ્યુયલ રિયાલિટી દ્વારા શિક્ષણ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની યાદશક્તિ અને કલ્પનાશક્તિ માં વધારો કરી શકે છે.આ ટેક્નોલોજી વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં ખુબજ મદદરૂપ બની શકે છે.સર્વે ના મત અનુસાર વિદ્યાર્થીનીઓને વર્ચ્યુયલ રિયાલિટી દ્વારા શિક્ષણ આપવામાં આવે તો તે વિદ્યાર્થીઓ માટે ખુબ જ ફાયદાકારક બની શકે છે.આ સાથે તમામના સાથ સહકાર થી કાર્યક્રમ સફળતાપૂર્વક સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.