પાટણ તા. ૧૭
પાટણ સરકારી ઇજનેરી કોલેજના એન.એસ.એસ. યુનિટ તથા રેડક્રોસ સોસાયટી પાટણ દ્વારા શુક્રવારે કોલેજ કેમ્પસમાં થેલેસેમિયા ટેસ્ટના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ થેલેસેમીયા ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને થેલેસેમીયાની તપાસ માટે જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પ નો ઉદ્દેશ્ય થેલેસેમીયા વિશે જાગૃતતા ફેલાવાનો અને સમયસર નિદાન દ્વારા વિદ્યાર્થીના આરોગ્યની કાળજી લેવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
આ કેમ્પમાં રેડક્રોસ સોસાયટીના અનુભવી તબીબોએ આ ટેસ્ટ કેમ્પને સફળ બનાવમાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી હતી તો એન.એસ.એસ ના સ્વયમંસેવકોના સહકારથી કેમ્પ સફળ રહ્યો હતો. પાટણ સરકારી ઈજનેરી કોલેજના આચાર્ય અને એન.એસ.એસ ના પ્રોગ્રામ ઓફિસર તથા રેડક્રોસ સોસાયટીના સહકારથી એન.એસ.એસ. ના સ્વયં સેવકો દ્વારા કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી