fbpx

પાટણના ઐતિહાસિક દરવાજાઓનું સમારકામ અને પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવશે..

Date:

પાટણ સંગ્રહાલયના નવીનીકરણ , આધુનિક તકનીકનો ઉપયોગ કરી પ્રદર્શનનું આયોજન કરવા એજન્સી ને કામ સોંપાયું..

પાટણ તા.૧૦
ઐતિહાસીક નગરી પાટણના જુના જર્જરીત દરવાજાઓ અને કિલ્લા કોટનું રિનોવેશન કરવા અંગેપુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી દ્વારાઝોનલ ઈજનેર ( કચ્છ બોર્ડર ) પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી ને પત્ર લખી ને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે .

ઐતિહાસિક નગર પાટણ માં રાજા રજવાડાઓ ના સમય કાળ માં વિશાળ કોટ કિલ્લા નું નિર્માણ કાર્ય થયેલું છે .જે આજના સમય માં કરવું શક્ય ન હોય શકે પરંતુ સરકાર ની જાળવણી ના અભાવે આ કોટ, કિલ્લા તૂટી રહ્યા છે .ત્યારે આ ઐતિહાસિક વિરસતો નું રક્ષણ થાય તે દિશા માં કામ કરવા ઘણા વર્ષોથી માંગ ઉઠવા પામી રહી હતી .ત્યારે પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી દ્વારા ઝોનલ ઈજનેર ( કચ્છ બોર્ડર ) પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી ને પત્ર લખી ને જાણ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવેલ છે કે પાટણ સંગ્રહાલયના નવીનીકરણ , આધુનિક તકનીકનો ઉપયોગ કરી પ્રદર્શનનું આયોજન કરવા , સંગ્રહાલય ની ઇમારતના મરામત અને મુલાકાતીઓ માટે જરૂરી સુવિધાઓને ધ્યાને લઇ અંદાજપત્ર તૈયાર કરી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે . જે મુજબ ટેન્ડરની પ્રક્રિયા મુજબ વિભિન્ન એજન્સીઓ દ્વારા પ્રેઝેન્ટેશન રજુ કરવામાં આવ્યુ છે , અને સરકારના નિયમોનુસાર એજન્સીની પસંદગી કરવામાં આવેલ છે . પસંદગી પામેલ એજન્સીને વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા સરકારમાં પ્રગતિ હેઠળ છે .


ત્યારે પાટણ શહેરમાં આ કચેરી હસ્તકના ઐતિહાસિક દરવાજાઓ આવેલ છે .જેમાં ફાટીપાળ દરવાજા , છીંડીયા દરવાજા ,બગવાડા દરવાજા ,અધારા દરવાજા અને ત્રિપિલીયા દરવાજા પાટણમાં આવેલ છે . જેમાંથી છીંડીયા દરવાજા , બગવાડા દરવાજા અને ફાટીપાળ દરવાજાનું રીપેરીંગ અને પુરારક્ષણની કામગીરી અગાઉના વર્ષોમાં હાથ ધરવામાં આવેલ છે , અને અન્ય બે દરવાજા તેમજ શહેરમાં આવેલ રાજ્ય રક્ષિત સ્મારકોની આ કચેરી દ્વારા સ્થળ મુલાકાત લઇને જરૂરી રીપેરીંગ અને પુરરક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભા બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવારો સામે કોંગ્રેસ શિક્ષિત,સ્થાનિક અને યુવાનેતાને મેદાનમાં ઉતારે તેવી અટકળો..

પાટણ લોકસભા બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવારો સામે કોંગ્રેસ શિક્ષિત,સ્થાનિક અને યુવાનેતાને મેદાનમાં ઉતારે તેવી અટકળો.. ~ #369News

પાટણ શહેર હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડર ગણપતભાઈ મકવાણા ને કલેકટર દ્વારા સન્માનિત કરાયા..

પાટણ તા.15પાટણ શહેર હોમગાર્ડઝ યુનિટ ના ઓફીસર કમાન્ડીંગ અને...