પાટણ તા. ૨૧
હારિજ માર્કેટયાર્ડમાં બુધવારના રોજ ચેરમેન વરણી માટે ચૂંટણી પ્રક્રિયા યાર્ડના મિટિંગ હોલમાં યુવરાજ સિંહ ચૌહાણ ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.ચેરમેન ની નિયુકતી માટે હારીજ માર્કેટ યાર્ડના ચૂંટાયેલા તમામ સદસ્યો હાજર રહ્યા હતા. ભાજપા પાર્ટી દ્વારા ચેરમેન તરીકેનો મેન્ડેડ ચૌધરી વાઘજી ભાઈ વિસા ભાઈ ના નામનો જાહેર થતાં ઉપસ્થિત સર્વે ડિરેક્ટરોએ તેને માન્ય રાખતા વાઘજીભાઈ ચૌધરી ના ચેરમેન તરીકે ના ઉમેદવારી પત્રને મંજૂર રાખી તેઓની સવૉનુમતે ચેરમેન પદે નિયુક્ત કરવામા આવતા ઉપસ્થિત તમામ ડિરેક્ટરોએ નવનિયુક્ત ચેરમેન ને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી