પરંપરા અનુસાર આજે પણ માતાજી ને લોકો મનથી પૂજન અર્ચન કરી રહ્યા છે
આગામી 22 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી યોજાનાર મિનીકુંભ માટે ગ્રામ પંચાયત દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે. જ્યાં તલ અને ગોળ સહિતની બનાવેલી સાની ચઢાવી લોકો માનતા પુરી કરવા મોટી સંખ્યામાં ઉમટશે. વઢિયાર પંથકની ભાતીગળ લોક સંસ્કૃ તિને ઉજાગર કરતા મીની કુંભ મેળા તરીકે ઓળખાતો પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ માં ખોડિયારનો મહા સુદ બીજ થી પૂનમ સુધી ચલનારા 15 દિવસીય મેળા માટે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મહાસુંદ આઠમ એટલે મા ખોડિયારનો પ્રાગટય દિવસ, વરાણાના ખોડિયાર માતાના ઇતિહાસની વાત કરીએ તો મા ખોડિયાર નો સંવત 888 મા પ્રાગટ્ય દિવસ ગણાય છે અને તે પરંપરા અનુસાર આજે પણ માતાજી ને લોકો મનથી પૂજન અર્ચન કરી રહયા છે.
સમી તાલુકાના વરાણા ગામે આવેલા માં ખોડિયાર સૌરાષ્ટ્ર તરફ જતા અહીં રોકાયા હતા અને અહીજ તેઓએ મુકામ કયી હતો ખાસ કરી અને આહીર સમાજના લોકો ના આરાધ્ય દેવ છે,આ જગ્યાનું વિશેષ મહત્વ એ છે કે નવદંપતિ ના ઘરે મા ખોડિયારની બાધા રાખ્યા બાદ પ્રથમ સંતાન ના જન્મ બાદ બાધા માનતા પુરી થતા અહીં પ્રસાદ તરીકે સાની એટલેકે તલ ગોળ અથવા તલ ખાંડ સંતાનના વજન અનુસાર ભરોભાર પ્રસાદ કરવામા આવે છે ત્યારબાદ આ પ્રસાદીનું વિતરણ થાયા બાદ માનતા પુરી થાય છે.
આ મેળો 15 દિવસ સુધી ચાલે છે અને અહીં પાટણ વઢિયાર વાગડ સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાંથી ભાવિકભક્તો દર્શન માટે આવે છે.
આ મેળામા મનોરંજન ની સાથે સાથે ખાણી પાણીના સ્ટૉલ સુપ્રભાતમ્ હોય છે તો અહીં ઘરવખરી નો સરસામાન નું પણ મોટું બજાર છે,આ ઉપરાંત અહીં મેળો મણાવા માટે લોકો ટ્રેક્ટરમાં આવે છે તેનું પણ વિશેષ આકર્ષણ સાથે મુસાફરીનો રોમાંચ લેવાય છે આમ અનેક વિધ સંસ્કૃતિ સાથેનો મીની કુંભ મેળો ભક્તિ શક્તિ અને લોક મેળો છે.