fbpx

પાટણ-મહેસાણા અને રાજસ્થાન ના ગુનાઓમા નાસતાં ફરતા આરોપીને જબ્બે કરતી સાંતલપુર પોલીસ..

Date:

પાટણ તા. 21 પાટણ શહેર સહેજ જિલ્લાના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર પોલીસ વિભાગે ચક્રો ગતિમાન બનાવ્યા છે ત્યારે સાતલપુર પોલીસે પાટણ મહેસાણા અને રાજસ્થાન પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી ભાગતા ફરતા આરોપીને જબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ રાજસ્થાન રાજયના બેકરીયા પો.સ્ટે.ના એન. ડી. પી. એસ. એકટ હેઠળના ગુનામાં છેલ્લા 17 વર્ષથી અને વડનગર પો.સ્ટે.ના વિશ્વાસઘાત અને ઠગાઇના ગુનામાં છેલ્લા 15 વર્ષથી અને સાંતલપુર પો.સ્ટે.ના ખુનની કોશિષ અને પોલીસ પર હુમલાના કેસમાં છેલ્લા 10 વર્ષથી સી.આર.પી.સી. કલમ-70 મુજબના વોરન્ટથી નાસતા ફરતા આરોપીની સાંતલપુર પોલીસે બાતમી ના આધારે સિધાડા ગામેથી આબાદ ઝડપી તેની સામે કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા આરોપી સિકંદરખાંન રહેમતખાંન થેબા રહે- સિધાડા ના.સાંતલપુર જિ.પાટણવાળા ને ઝડપી લેવા બદલ સાંતલપુર પોલીસની પ્રશંસનીય કામગીરીને જિલ્લા પોલીસવડા એ બિરદાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ-પાટણ હાઇવે માર્ગ પર અજાણ્યો વાહન ચાલક રાહદારીને ટક્કર મારી ફરાર થયો..

ઈજાગ્રસ્ત ને પ્રાથમિક સારવાર આપી 108 મારફતે ધારપુર રિફર...

ફતેસિંહ લાયબ્રેરી દ્વારા મને જાણો કાર્યક્રમ અંત ર્ગત ગીતાનો જ્ઞાનયોગ ઉપર પ્રવચન યોજાયું..

ફતેસિંહ લાયબ્રેરી દ્વારા મને જાણો કાર્યક્રમ અંતર્ગત ગીતાનો જ્ઞાનયોગ ઉપર પ્રવચન યોજાયું.. ~ #369News

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ જળ દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ જળ દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.. ~ #369News